સામાન્ય સભામાં અનેક ઉઘોગપતિઓ અને પરિવારજનો હાજર રહ્યાં: વિવિધ પ્રશ્ર્નો મુદ્દે ચર્ચા થઇ
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા કાલાવડ રોડ કલાસીકે પાર્ટી પ્લોટ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય સભાની અંદર ઇન્ડીસ્ટ્રીઝનાં પોતાના પ્રશ્ર્નો રજુ કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં ઇન્ડીસ્ટ્રીઝનો કઇ રીતે વિકાસ થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ભારતમાં અન્ય દેશો કરતાં ઓછી મહીલાઓ કામ કરે છે. તેનું પ્રમાણ ભારતમાં અંદાજે ૫ ટકા જ મહિલાઓ ઇન્ડીસ્ટ્રીઝમાં કામ કરે છે તો તેનું ૫્રમાણ વધારીને ઇન્ડસ્ટ્રીઝમાઁ પ૦ ટકા કરવાનો હેતું છે. જેથી મોટા પ્રમાણમાં મહીલાઓ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાય શકે. આ કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તેમજ ખુબ જ બહોળી સંખ્યામાં શાપર-વેરાવળના ઓઘોગપતિઓ પોતાના પરિવારજનો સાથે બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહીને સામાન્ય સભાને માણી હતી.
આ કાર્ય્રમમના પ્રમુખ રમેશભાઇ ટીલાળાએ જણાવ્યુ હતું કે આજે આમારી શાપર-વેરાવળ ઇન્ડીસ્ટ્રીઝની વાર્ષીક સામાન્ય સભા છે. સાથે સાથ આખા વર્ષના વ્યવહારો પાર્ટીના વ્યવહારો કામગીરી થઇ હોય તે જે ભવિષ્યમાં કામગીરી કરવાની હોય તે બાબત જેમ કે પીવાના પાણી ફાયર સ્ટેશનની કામગીરી બાકી છે. તે માટેના સરકારના અમારા પ્રયત્નો ચાલુ છે. આજનો અમારો મુખ્ય ઉદેશ માં કાજલબેન આોઝા વૈદ્યને સ્પીકર તરીકે બોલાવ્યા છે. સાથે બહેનોનું બીઝનેશમાં ઇન્વોલ્ટમેન્ટ વધે તે માટેના પ્રયત્નોની અને શરુઆત કરી છે. આજની ઇવેન્ટનો મુખ્ય ઘ્યેય તે જ છે આજની મીટીંગમાં બધી પાયાની જરુરીયાતના મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. અમે બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજયભાઇને રજુઆત કરી હતી અને તેમણે કમીન્ટમેન્ટ પણ આપ્યું છે કે તેઓ ચોકકસ આ વ્યવસ્થા પૂરી પાડશે.
જગદીશભાઇ કોસીયા ફાલ્ગુન ગ્રુપ દર વર્ષની માફક આ વર્ષે પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે એસો.ની કામગીરી ટ્રાન્સફરન્ટ રીતે રજુ કરતા હોય છે. આવક-જાવક હિસાબો નવી નવી પ્રેરણાત્મક કાર્યો સાથો સાથે વધુને વધુ સભ્ય જોડાય તે રીતના કાર્યો કરતાં હોય છીએ આજની ઇવેન્ટમાં ખાસ નારીશકિતને આગળ લેવા માટે સ્ટ્રેત્થ કરીને ઇવેન્ટ કરી છે.જેનેથી મોટીવેશન મળે અને નારીઓની બિઝનેશની અંદર અને દરેક વ્યવસાયની અંદર અગ્રેસર ફાળો રહે કારણ કે વિકસીત દેશોની અંદર ર૭ ટકા કોન્ટ્રીબ્યુશન લેડીસનું હોય છે. આપણા દેશની અંદર ૧૩.૮ ટકા કોન્ટીબ્યુશન છે તો આ વધુને વધુ લેડીસને પ્રોત્સાહન માટે અને આગળ આવે તેઓ હેતુ અમારો છે.