નામ, નમક અને નિશાનના સિમ્બોલ સો ૨૮ કરોડના મેડલો ભારત સરકાર ખરીદશે
ભારતની સુરક્ષા માટે જેવી રીતે અત્યાધુનિક હીયારો અને બીજા સાધનોની જ‚ર છે તેવી જ રીતે દેશ માટે લડતા સૈનિકો માટે મેડલની પણ ખરીદી કરવી પડે છે. આ ઉપરાંત ઘણી વખત સૈનિકોની સુરક્ષા માટે બેલેસ્ટીક હેલ્મેટ અને બુલેટપ્રુફ જેકેટ બાબતે સરકાર ધ્યાન દેતી ન હોવાના વિવાદો ઉઠયા હતા પરંતુ હવે સરકારે નવા બેલેસ્ટીક હેલ્મેટ અને બુલેટપ્રુફ જેકેટની ખરીદી કરી છે. આ સો ભારતીય જવાનોને ઉચ્ચ કામગીરી માટે ૭.૬૦ લાખ મેડલોની ખરીદી પણ કરવામાં આવી છે.
આ અગાઉ સૈનિકોને બજારમાં મળતા સસ્તા મેડલો પહેરવા પડતા હતા પરંતુ હવે ભારત સરકારે મેડલો ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ૭.૬૦ લાખ મેડલો ભારત સરકારને ૨૮ કરોડ ‚પિયામાં પડવાના છે જેમાં ‘નામ નમક અને નિશાન’નો સિમ્બોલ મુકવામાં આવશે.