રાજકોટ રેલવે મંડળના કાર્યરત રેલવે પ્રબંધક એ.કે.સિન્હા, વરિષ્ઠ મંડળ વાણીજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ, સહાયક વાણીજય પ્રબંધક રાકેશકુમાર, પુરોહિત, સ્ટેશન ડાયરેકટર મહેન્દ્રસિંહ, સ્ટેશન મેનેજર સી.એલ. મીના, મુખ્ય વાણિજય નીરીક્ષક સી.એસ.ઝાલા તથા અન્ય સુપરવાઇઝ સફાઇ કર્મીઓની સાથે રાજકોટ સ્ટેશન પર સંવાદ કર્યો હતો.
રેલવે બોર્ડના ચેરમેનના નિર્દેશાનુસાર તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પશશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના બધાં જ પ્રમુખ સ્ટેશન પર સાફ સફાઇની ગુણવતા વધારવા તથા યાત્રાળુઓના સ્વચ્છતા પ્રત્યે જાગરુકતા વધારવા માટે તા. ૨૪ જુન સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ મંડળના કાર્યરત રેલવે પ્રબંધક એ.કે. સિન્હાને સફાઇ કર્મચારીઓને સ્વચ્છ રેલવે સ્વચ્છ ભારત અભિયાનનું મહત્વ સમજાવ્યું હતું. તથા રેલવેમાં સ્વચ્છતાનું સ્તર ઊંચુ લાવવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.