તાજેતરમાં જ પૂરી થયેલી ઈંઙક૧૧માં લાજવાબ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી. ધોનીની બેટિંગમાં પહેલા જેવી ચમક જોઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ ખુશ છે. તેમનું માનવું છે કે, ધોનીએ આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપમાં ૬ને બદલે પાંચમા ક્રમે બેટિંગ કરવી જોઈએ. દિગ્ગજો અનુસાર, આવું કરવાથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થઈ શકે છે.
પોતાના જમાનાના દિગ્ગજ ગણાતા અંશુમન ગાયકવાડ, કૃષ્ણમચારી શ્રીકાંત અને લક્ષ્મણ શિવરામાક્રિષ્નને એ વાતમાં જરાંય વાંધો દેખાતો નથી કે, આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડકપ માટે ધોની અત્યારથી જ વન-ડે ક્રિકેટમાં પાંચમા ક્રમે બેટિંગ કરતો દેખાય. જોકે, પૂર્વ સિલેક્ટર વિક્રમ રાઠોડ અને દિલ્હીના વર્તમાન સિલેક્ટર અતુલ વાસનનું માનવું છે કે, ધોનીની ઈમેજ મેચ ફિનિશરની છે અને તેના બેટિંગ ઓર્ડર સાથે કોઈ છેડછાડ ન કરવી જોઈએ.
ટીમ ઈન્ડિયાના પૂર્વ મેનેજર અને સિલેક્ટર રહી ચૂકેલા અંશુમન ગાયકવાડ માને છે કે, ધોની હવે પહેલાની જેમ યુવા રહ્યો નથી જે આવતાની સાથે મોટા શોટ્સ ફટકારી શકે. હવે તેને બોલ પર નજર સેટ કરવામાં સમય લાગે છે. ક્રિઝ પર સેટ થયા પછી તે પોતાના ટ્રેડમાર્ક શોટ્સ લગાવે છે. આવામાં તે પાંચમા ક્રમે આવે તો ટીમ માટે ફાયદાકારક રહેશે. તાજેતરમાં ચેન્નઈ સુપરકિંગ્સને ઈંઙક ચેમ્પિયન બનાવનારા ધોનીની પ્રશંસા કરતા ગાયકવાડે કહ્યું કે, ધોનીમાં રમત પર નિયંત્રણ મેળવવાની ગજબની કળા છે. જો તેને ક્રિઝ પર સેટ થવાનો સમય મળી જાય તો પછી વિરોધી ટીમ તેની કાબુ કરી શકતી નથી. હું તો ધોનીને પાંચમા ક્રમે રમાડવાનું જ પસંદ કરીશ.ટીમ ઈન્ડિયાના એક અન્ય પૂર્વ સિલેક્ટર કે.
શ્રીકાંતે આ વિશે જણાવ્યું કે, ધોનીને ૫મા ક્રમે જ ઉતારવો જોઈએ. શ્રીકાંતે ૨૦૧૧ વર્લ્ડકપના વિનિંગ કેપ્ટનની પ્રશંસા કરતા કહ્યું કે, ધોની અગાઉ પણ ઉપરના ક્રમે રમીને પોતાને સાબિત કરી ચૂક્યો છે અને પાંચ નંબર પર બેટિંગ કરવા માટે તેનાથી સારો કોઈ વિકલ્પ ભારત પાસે નથી.આવો જ મત ટીમ ઈન્ડિયાના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામાક્રિષ્ણનનો છે. તેમણે કહ્યું કે, ધોની હાલમાં જ પૂરી થયેલી ઈંઙકમાં પોતાની ક્ષમતાઓને સાબિત કરી ચૂક્યો છે. ટીમ ઈન્ડિયામાં તેના માટે ૫ નંબરથી વધુ સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં.જોકે, વિક્રમ રાઠોડ અને અતુલ વાસન ધોનીના બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાના પક્ષમાં નથી. આ બંનેનું માનવું છે કે, ધોની સારો મેચ ફિનિશર છે અને આ જ વાતને ધ્યાનમાં રાખત તેના બેટિંગ ક્રમને બદલવો જોઈએ નહીં. તેણે ઈજઊં માટે પણ મેચ ફિનિશરની જ ભૂમિકા ભજવી છે.