અમરેલી જીલ્લાના બગસરામાં માર્કેટયાર્ડ ખાતે આત્મિક ખેડુતોને પોતાના બજેટ ખેતી કરી શકે તેવા હેતુ અન્વયે આધ્યાત્મિક ખેતી ખેડુત શિબિર અને સન્માન સમારંભ માજી કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં બગસરા, કુંકાવાવ તેમજ વડિયા તાલુકાભરના ખેડુતોને દવાઓના ઓછા ઉપયોગ અને પાણીનો સદઉપયોગી થાય તેવા હેતુ આધારિત ખેતી દ્વારા ખેડુત પોતે પુરુ વળતર મેળવી શકે તે માટે આધ્યાત્મિક ખેડુત શિબિર યોજાયેલ જેમાં સમારંભ અધ્યક્ષ માજી કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં માજી ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ રાજકીય આગેવાનો તેમજ ખેડુતો ઉપસ્થિત રહેલ. આ તકે બગસરા સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવેકસ્વપે પોતાની ભૌતિક વાણીમાં ખેડુતોને આધ્યાત્મિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. અંતે આ કાર્યક્રમ ખાસ ઉપસ્થિતિ એવા જુનાગઢ જીલ્લા ઈન્ચાર્જ વિકાસ અધિકારી જે.કે.ઠેસીયાને ભાવપૂર્વક વિદાય સમારંભ યોજાયેલ હોવાનું માર્કેટયાર્ડના પ્રમુખ કાંતીભાઈ સતાસીયાએ જણાવેલ હતું.