નોટબંધી બાદ કાળા નાણા સગેવગે કરવા અને હવાલા માટે બીટકોઈનનો વહીવટ બેફામ થયો હોવાની ચર્ચા
બીટકોઈનનો લગામ વગરનો વ્યવહાર દેશની સુરક્ષા પર ખતરો ઉભો કરી શકે
ઉંચુ વળતર મેળવવાની લાલચે અનેક રોકાણકારો બીટકોઈનમાં બેફામ મુડી ઠાલવી રહ્યાં છે. જો કે, બીટકોઈનનો આર્થિક વ્યવહારોમાં ઉપયોગ ખૂબ મોટી સમસ્યા સર્જી શકે છે. નોટબંધી બાદ બીટકોઈનના માધ્યમી આર્થિક વ્યવહારોમાં વૃદ્ધિ નોંધાઈ છે. બીટકોઈન સંલગ્ન મોટાભાગના વ્યવહારો ગેરકાયદે અવા કાળા નાણાને સગેવગે કરવા યા છે.
નોટબંધી બાદ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું પ્રમાણ એકાએક વધી જવા પામ્યું હતું. ક્રિપ્ટો કરન્સી મોટાભાગના દેશોમાં ગેરકાયદે છે. અવા તો તેનો કોઈ હિસાબ-કિતાબ રાખવા યોગ્ય સંશાધન નથી પરિણામે બેનામી વ્યવહારો કરવા બીટકોઈનનો સરળતાી ઉપયોગ થઈ શકે છે. આતંકી પ્રવૃતિમાં પણ બીટકોઈનનો ઉપયોગ વધી શકે તેવી દહેશત છે.
હવે તો હવાલા પણ બીટકોઈનના માધ્યમી થવા લાગ્યા છે. બીટકોઈન હવાલા માટે સાનુકુળ પરિસ્થિતિ સર્જતા હોવાની માન્યતા છે. બહોળા પ્રમાણમાં નાણા એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા બીટકોઈનનો ઝડપી ઉપયોગ થઈ શકે છે. સુરક્ષા કે તપાસ સંસઓ બીટકોઈનની લેવડ-દેવડ મામલે યોગ્ય તપાસ કરી શકતી નથી. તાજેતરમાં સુરતના બિલ્ડરના બીટકોઈન મામલે તપાસમાં થયેલા ધડાકા બાદ બીટકોઈનનો કયો અને કેવી રીતે ઉપયોગ થઈ શકે તે મામલે ચર્ચાએ જોર પકડયું છે.
બીટકોઈન પડાવવા માટે અપહરણ અને ખંડણી વસુલવાના મામલે મુખ્ય સુત્રધાર શૈલેષ ભટ્ટની સુરતની ઓફિસમાં સીઆઈડી ક્રાઈમે દરોડા પાડી પુરાવા એકઠા કર્યા છે. આરોપીઓ સામે સીઆઈડીએ લુકઆઉટ નોટિસ પણ મોકલી છે. આવા કૌભાંડો બાદ બીટકોઈનના ગેરકાયદે ઉપયોગ અંગે સુરક્ષા સંસઓ સતર્ક બની ગઈ છે.