પૂર્વ અંકમાં આપણે જોયું કે, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પોતાનો ર બે સેનાની વચ્ચે ઊભો રાખીને પોતાના શત્રુઓને ઓળખવા ઈચ્છે છે.ઇં૦ખ./૮૯/ઊંખ’૫ખ/.ખ જેમ અર્જુન શત્રુઓનોસારી રીતે પરિચય પ્રાપ્ત કરીને યુદ્ધમાં જય ઇચ્છે છે તેમ આપણે આપણા અંતરમાં રહેલાં સ્વભાવો દોષો પ્રકૃતિઓને કેવી રીતે એળખવાની છે તેની વિશેષ છણાવટ આ અંકમાં જોઇએ.
આપણી અંદર રહેલા સ્વભાવો, દોષો, પ્રકૃતિ જેવાં આંતરિક શત્રુઓને પરાસ્ત કરવા સ્વભાવોના સ્વભાવ અને લાક્ષણિકતા સમજીએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ ૨૦માં કહ્યું છે કે જીવે જે પૂર્વજન્મને વિષે જે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસને પામીને જીવ ભેળાં એકરસ ઇ ગયા છે. જેમ લોઢાને વિષે અગ્નિ પ્રવેશ ઈ જાય, તેમ પરિપક્વતાને પામીને જીવ સો મળી રહ્યાં એવા જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તા પ્રકૃતિ કહીએ.
આમ સ્વભાવ એટલે પૂર્વકર્મના પરિપાકરૂપે ઈ જે પ્રકૃતિ તે ! એટલે ક્ષેત્રજ્ઞ, જીવાત્મામાં કારણરૂપે બંધાઈ રહેલો શુદ્ધવિષય-વાસનારૂપ સ્વભાવ છે.
ગુણાતીતાનંદ સ્વામીએ સ્વભાવનું નિદર્શન કરતાં કહ્યું છે: વિષયના સંકલ્પ ાય એતો વાસના કહેવાય, પણ ભગવાનની સ્મૃતિ કરતાં જે સંકલ્પ ાય તે સર્વ સ્વભાવ કહેવાય.
એક નાનકડી કોમ્પેક્ટ ડિસ્ક (સી.ડી.)માં ૧૦,૦૦૦ પુસ્તકોની માહિતી આવી જાય છે, તેમ અનંત જન્મોનાં કર્મ, સ્વભાવો, જીવ નામની નાનકડી ડીસ્ક સો ચોંટી ગયા છે.
તુલસી ઈસ સંસારમે, ભાતભાત કે લોગ આ પંક્તિ મનુષ્યસ્વભાવની સ્ૂળરૂપ વિચિત્રતાઓ અને વિવિધતાનો પડઘો પાડે છે. કોઈને કામનો સ્વભાવ હોય, કોઈકને માનનો સ્વભાવ હોય, કોઈકને ક્રોધનો સ્વભાવ હોય, કોઈકને ઈર્ષાનો સ્વભાવ હોય કોઈકને સ્વાદનો સ્વભાવ હોય, કોઈકનેજિદ્દી સ્વભાવ હોય, કોઈકને અતડો સ્વભાવ હોય કોઈકને કકળાટિયો સ્વભાવ હોય આવા સ્વભાવોનું લિસ્ટ બનાવવા જઈએ તો તેને અંત આવે તેમ ની.
આ બધા સ્વભાવો કેવી રીતે ટળે તેના ઉપાયો બતાવતા ગુણાતીતાનંદ સ્વામી ૧૪મા પ્રકરણની આઠમી વાતમાં કહે છે કે પોતામાં જે સ્વભાવ વસતા હોય તે દરવાજે ઊભા રહીને જોવા. પછી તે જેવી રીતે ટળે તેવો સંગ કરવો, તેવાં શા વાંચવાં તેવાં કીર્તન ગાવાં, તેવાંજ નિયમ વૃદ્ધિ પમાડવા, તેવું જ શ્રવણ વધારવું ને તેવું જ મનન કરવું એ બધા સ્વભાવ સમજીને ટાળે ત્યારે ટળે.
સ્વભાવ ટાળવાના અનેક ઉપાયોમાં એક સમજણનો – અંતદૃષ્ટિનો ઉપાય છે.
શ્રીજીમહારાજે પણ વચનામૃત સારંગપુર પ્રકરણ ૧૮માં કહ્યું છે કે જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે. તેની પેઠે જે દિવસ કી સત્સંગ યો છે તે દિવસી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. અને તે એમ વિચારે જે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારો આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ યો છે, અને વર્ષો વર્ષ પોતામા વધારો તો હોય અવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વને તપાસ્યા કરે પણ મૂર્ખ વાણિયો જેમ નામું માંડે નહીં તેની પેઠે ન કરે. એવી રીતે જે સત્સંગ કરીને પોતાની જો તપાસ કરતો રહેતો તેને જે જે સ્વભાવ હોય તે સર્વ નાશ પામી જાય છે.
આમ સત્સંગ યા પછી જો નામું માંડે તો કઠણ સ્વભાવ પણ ટળે. આ રીતે સતત અંતદૃષ્ટિ કરીને જે તે સ્વભાવ પ્રત્યે શત્રુ પણું રાખીને તેને પરાજય કરવા નામું માંડતા રહીએ તો ગમે તેવો કઠણ સ્વભાવ હોય તે પણ ટળી જાય