દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલ-નર્સીંગ હોમ માટે નવી માર્ગદર્શિકા ટુંક સમયમાં અમલી બનાવશે
પ્રવર્તમાન સમયમાં હોસ્પિટલો દ્વારા જયાં સુધી સારવારનું બીલ ભરપાઈ કરવામાં ન આવે ત્યાં સુધી છેલ્લા સ્ટેજમાં રહેલા દર્દી કે મૃતદેહનો કબજો સોંપવામાં દાદાગીરી આચરી રહી હોવાનું સામે આવતા દેશમાં સૌપ્રથમ વખત દિલ્હી સરકારે હોસ્પિટલો-નર્સીંગ હોમ માટે નવી માર્ગદર્શીકા જાહેર કરી હોસ્પિટલો બોડીનો કબજો ન લઈ શકે તેવો નિયમ ઘડી કાઢવો છે જેમાં ટુંક સમયમાં અમલ કરાશે.
હોસ્પિટલ સારવારનાં મસમોટા બીલને લઈ હોસ્પિટલો અને દર્દીઓના પરીવારજનો વચ્ચે થતા સંઘર્ષ બાબતમાં દિલ્હી સરકારે ગંભીર વિચારણા કરી દિલ્હી માટે નવી મેડિકલ પોલીસી અમલી બનાવવા જઈ રહ્યું છે.
જે અંતર્ગત હોસ્પિટલ કે નર્સીંગ હોમ છેલ્લા સ્ટેજમાં પહોંચેલ દર્દી કે મૃતદેહનો કબજો બિલ ચુકવણાનાં નામે નહીં લઈ શકે.
દિલ્હીનાં આરોગ્યમંત્રી સત્યહાર જૈને જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલો અને નર્સીંગ હોમ માટે નવી પોલીસી ઘડી કાઢવામાં આવી છે અને ૩૦ દિવસમાં વાંધા સુચનો સાંભળી તેનો અમલ કરવામાં આવશે. વધુમાં દિલ્હી સરકારે બોડીના કબજા લેતી હોસ્પિટલોને બિલ ચુકવણી ન થવાના કિસ્સામાં બોડીનો કબજો લેવાને બદલે કાનુની રાહે પગલા ભરવા પણ સુચવ્યું હતું.