પાઠક સ્કુલના પ્રિન્સીપાલ દીલીપ પાઠક ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે જે રિઝલ્ટ આવ્યું છે. જેની મને આજે અનહદ ખુશી છે. તમામ મારા શાળા પરિવારને શિક્ષકોને, વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓનાં વાલીઓને હું હૃદય પૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમગ્ર ગુજરાત બોર્ડની અંદર અમરા પાંચ વિદ્યાર્થીઓ ગુજરાતી તેમજ ઈગ્લીશ મીડીયમમાં આવેલા છે. સમગ્ર રાજકોટમાં પહેલા નંબરે અમારો પાઠક સ્કુલનો વિદ્યાર્થી આવેલો છે.
શાળાનું ૯૩% ઓવરઓલ રિઝલ્ટ છે. અમારી શાળા તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વકના અભિનંદન પાઠવે છે.
ઉના ભારવડીયા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ મારે ૯૯.૫૬ પીઆર આવ્યા છે. ખૂબજ સારા પરસેનટાઈલ આવ્યા છે. તેનાથી હું ખૂબજ ખુશ છું અને મારા શિક્ષકો અને મારા પેરેન્ટસનો આભારમનું છું હું સ્કુલમાં પહેલા નંબરે આવી છું.
હર્ષ કથીરીયા ૯૯.૩૯ પીઆર મેળવી જણાવ્યું હ તુ કે સ્કુલમાં મારો ૩ રેન્ક આવ્યો છે. મને ખૂબજ ખુશી થાય છે. મારી મહેનતે સાથો સાથ મારા મમ્મી પપ્પા અને મારા શિક્ષકોની ખૂબજ મારી પાછળ મહેનત છે. જેમની કેડીટ હું તેમને આપું છું.
ખેવના પૂરોહિત ૯૪.૬૨ પીઆર મેળવી જણાવ્યું હતુ કે સ્કુલમાં ત્રીજો રેન્ક આવ્યો છે. મને ખૂબજ ખુશી થાય છે. અને મારા મમ્મી પપ્પાનો ખૂબ ખૂબ આભાર કેમકે તેમની પાછળ તેમની જ મહેનત હતી સાથોસાથ સમગ્ર સ્કુલનો પણ આભાર હું દરરોજ ૫-૬ કલાકનું વાંચન કરતી હતી અને બીજા વિદ્યાર્થીઓને પણ કોગ્રેચ્યુલેશન.
મંત્રરાજ ગોટેચા ૯૯.૬૨ પીઆર સ્કુલમાં ફસ્ટ રેન્ક આયો છે. હું ખૂબજ ખુશ છું મારી ક્રેડીટ હું મારા સરને અને મારા પેરેન્ટસને આપું છું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com