સિમ મારફત પતંજલિ પ્રોડક્ટસ પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે.
યોગગુરુ બાબા રામદેવે હવે ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે. રવિવારે એક ઇવેન્ટમાં બાબા રામદેવે એક સિમ લોન્ચ કર્યું હતું. તેને `સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ’ નામ આપ્યું છે. તેને પતંજલિ અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ મળીને લોન્ચ કર્યું છે. જોકે, આ સિમ હાલ તો પતંજલિના કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે. તેમાં 144 રૂપિયાનું રીચાર્જ કરવા પર યુઝરને 2 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ સાથે સિમ મારફત પતંજલિ પ્રોડક્ટસ પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે.
આ સિમમાં માત્ર રૂ.144નું રીચાર્જ કરવા પર યુઝરને દેશભરમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ સાથે 2GBz ડેટા 100 SMSની સુવિધા પણ યુઝર્સને મળશે.આ સિમને હાલ પતંજલિના કર્મચારીઓ માટે લોન્ચ કરવામાં આવી છે. પરંતુ જ્યારે તેને બધા માટે લોન્ચ કરવામાં આવશે ત્યારે આ સિમ કાર્ડ મારફત પતંજલિ પ્રોડક્ટસ પર 10 ટકા છૂટ પણ આપવામાં આવશે.એટલું જ નહિ, આ સિમનો ઉપયોગ કરનાર યુઝર્સને 2.5 લાખ રૂપિયા સુધીનો મેડિકલ ઇન્શ્યોરન્સ અને 5 લાખ રૂપિયા સુધી લાઇફ ઇન્શ્યોરન્સ પણ મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com