સરહદેથી ભારતમાં ઘુસી તંગદીલી ફેલાવવાના લક્ષ્યાંકો સાથે ભૂજની સરહદેથી ભારતમાં પ્રવેશતા પાકિસ્તાનીને બીએસએફએ ઝડપી લીધો છે. પાકિસ્તાની પાસેથી ત્રણ સીમ કાર્ડ અને બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. ૩૦ વર્ષિય પાકિસ્તાની પોતાનું નામ રાજુ જણાવે છે.
પાડોશી દેશ પાકિસ્તાનના સિંઘ વિસ્તારની આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી ભૂજથી ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો યુવાન ઝડપાયો છે. બોર્ડરના રિસ્ટ્રેકટેડ એરીયા ૧૦૮૫ અને ૧૦૭૦ ના વાળીમાંથી પાકિસ્તાની ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીએસએફે તેને પકડીને તેને સવાલાત માટે લોકલ પોલીસ મથક ખાવડામાં વધુ જાણકારી અને પુછતાછ માટે મોક્લ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com