બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ દ્વારા યોજાયેલા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં સહભાગી બનતા મુખ્યમંત્રી
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અહીં રેસકોર્સના મેદાનમાં યોજાઇ રહેલા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહભાગી બન્યા હતા અને તેમણે સંતોને સમાજનું દિશાદર્શન કરતા દીવાદાંડી સમાન લેખ્યા હતા.
અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસના અક્ષર નિવાસી વડા પ્રમુખ સ્વામી મહારાજનું ભાવપૂર્વક સ્મરણ અને આધ્યાત્મિ ગુણોની પ્રશંસા કરતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે પ્રમુખ સ્વામિ મહારાજ જીવમાત્રની ચિંતા કરતા હતા. રાજકોટમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે બેડી ખાતે કેટલ કેમ્પ ખોલ્યો હતો અને પશુઓની સેવા કરી હતી. રાજકોટ માટે તેઓ કહેતા કે આ કોટમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. તેમને રાજકોટ માટે લાગણી હતી. એટલે જ નહીં ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણમાં તેઓ નિમિત્ત બન્યા હતા. આ મંદિર દ્વારા અનેક પ્રકારના સેવાકાર્યો કરવામાં આવે છે, ત્યારે મને રાજકોટના સંતાન તરીકે એ વાતનો ગર્વ થાય છે.
રૂપાણીએ જણાવ્યું કે પ્રમુખ સ્વામિ મહારાજના વડપણ હેઠળ બીએપીએસ સંસ દ્વારા માનવજીવનના સર્વાંગી ઉત્કર્ષના કાર્યો કરવામાં આવ્યા છે. મહોત્સવ કી જનજનમાં સંસ્કારોનું સિંચનઅને આધ્યત્મિક ચેતનાની જાગૃતિ લાવવામાં આવી છે.તેમણે ઉમેર્યું કે એમણે જે સદ્દકાર્યો કર્યા છે એ બદલ સમગ્ર ગુજરાત પ્રમુખ સ્વામિ મહારાજનું ઋણી છે અને તે ઋણ આપણાી ક્યારેય ચૂકવી શકાય એમ નથી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રમુખ સ્વામિ મહારાજે સમાજમાંથી વ્યસનમુક્તિ માટે સતત કાર્ય કર્યું હતું. તેમણે સમગ્ર સમાજને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. અનુયાયીઓમાં પારિવારિક ભાવના બળવત્તર બને અને સંસ્કારિતા આવે તે માટે તેઓ સતત કાર્ય અને સેવા કરતા રહ્યા હતા.
મુખ્યમંત્રીએ રાજકોટમાં પ્રમુખ સ્વામિ મહારાજનો ૯૮ જન્મ મહોત્સવ યોજવા બદલ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી દિવસોમાં યોજવા જઇ રહેલા મહોત્સવમાં તમામ સહકારની ખાતરી આપી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી મહોત્સવમાં સમગ્ર શહેર સહભાગી બનશે.
મહંત સ્વામીએ કહ્યું કે, માનવસેવાના કાર્યમાં વિજયભાઇ ઉત્સાહભેર અને દોડતા આવે છે. તેઓ બાપાી અનુગ્રહિત છે. પૂ. બાપાએ પોતાના લોહિનું કણેકણ માનવના ઉત્કર્ષ માટે ખર્ચી નાખ્યું હતું અને જીવનની તમામ ક્ષણ સેવામાં વીતાવી છે.
તેમણે જણાવ્યું કે સારા માણસો માનવ ઉત્કર્ષના કાર્યમાં ડૂબી જાય અને તેમને આધ્યત્મિક ઉંચાઇ પ્રાપ્ત થાય છે. જ્યારે, આ સદ્દકાર્યમાં બાપા લોકોની વચ્ચેથી નીકળ્યા અને સિદ્ધિ હાંસલ કરી હતી. તેઓ પાર નીકળી ગયા હતા અને સાધનાને પામ્યા હતા. તેમને માન અપમાનની પડી નહોતી. તેમણે દિનરાત સેવા કરી હતી. તમામનું કલ્યાણ થાય એ માટે તેઓ સતત પ્રવૃત્ત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે અપૂર્વમૂની સ્વામીએ તા.૫ થી ૧૫ ડીસેમ્બર દરમિયાન રાજકોટ ખાતે યોજાનારા મહોત્સવ ની માહિતી આપી હતી. તેમજ ૧૧ દિવસ ચાલનારા મહોત્સવમાં નારી વિવિધ પ્રવૃતિની ઝાંખી દર્શાવવામાં આવી હતી. તેમજ પ્રસંગોચિત ઉદબોધનમાં સંસાર અને સાચા સુખની પરિભાષા આપતા જણાવ્યું હતું કે, સાચુ સુખ સાધનોમાં નહી, પરંતુ સાધનામાં છે.
આત્મસ્વરૂપ દાસ મહારાજે પ્રાસંગિક પ્રવચનમાં સ્વામિનારાયણ સંસ અને મહંત સ્વામી મહારાજની દેશ વિદેશમાં ખ્યાતિ અંગે માહિતી આપી જણાવ્યું હતું કે, કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનીયા, ઓસ્ટ્રેલીયા, વર્જીનીયા સહિતના દેશોના પ્રમુખોએ આ સ્વામીનારાયણ સંસી પ્રભાવિત થઇ મંદિર નિર્માણ માટે ઇજન આપ્યુ હતું.
આ કાર્યક્રમમાં મહંત સ્વામી મહારાજ પર બનાવાયેલી ડોકયુમેન્ટરી ફિલ્મ દ્વારા મહંત સ્વામીના પ્રેરણાદાયી વ્યકિત્વનો પરિચય કરાવ્યો હતો. યુવાનો વિર્દ્યાીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ સંગીતમય નૃત્ય નાટિકા દ્વારા સ્વામિનારાયણ સંસ તેમજ આગામી સમયમાં યોજનાર મંદિરના દ્વિદશાબ્દિ મહોત્સવના કાર્યક્રમનો પરિચય આપ્યો હતો.
આ વેળાએ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, રાજુભાઇ ધ્રુવ, કમલેશભાઇ મિરાણી, પુષ્કરભાઇ પટેલનું શાલ તેમજ ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સંતો મહંતો ત્યાગ વલ્લભસ્વામી, કોઠારી સ્વામી, બહુમુર્તિય સ્વામી તેમજ વિશાળ સંખ્યામાં સંતો તેમજ હરિભકતો ઉપસ્તિ રહ્યા હતા.
કાર્યક્રમની પુર્ણાહુતિ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ તમામ મહાનુભાવોએ સમુહ આરતીનો લાભ લીધો હતો. આ સમુહ આરતીથી દિવ્ય નજારો સર્જાયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com