ચાલુ વર્ષે સુરક્ષાદળોએ ૧૧૯ નકસલવાદીઓ અને ૬૫ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા કાકપોરાના સૈન્ય કેમ્પ પર આતંકી હુમલો થયો છે. જેમાં સૈન્યનો જવાન શહિદ થયો છે તેમજ એક નાગરિકનું મોત થયુ હોવાનું જાણવા મળે છે. પવિત્ર રમઝાન માસ દરમિયાન સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ આ પ્રમ મોટો આતંકી હુમલો હોવાનું માનવામાં આવે છે.
કાશ્મીરમાં રમઝાન માસ દરમિયાન સીઝ ફાયર બરકરાર રાખવાથી સારા પરિણામો મળશે તેવી આશા ભારતીય સેના અને સરકારને હતી. જો કે, તાજેતરમાં યેલા હુમલાી આશા ઉપર પાણી ફરી વળ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, જમાત ઉલ દાવા સહિતના આતંકી સંગઠનો ભારતના યુવાનોનું બ્રેઈનવોશ કરતા હોય છે. જેમાં તેમને ઘણા અંશે સફળતા પણ મળી છે. જમાત ઉલ દાવા જેવા આતંકી સંગઠનો સામે પગલા લેવા સરકાર કવાયત કરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે મે મહિના સુધીમાં ૧૧૯ નકસલવાદીઓ અને ૬૫ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈએસઆઈએસ સાથે સંકળાયેલા ૧૧૩ શંકાસ્પદ શખસોની ધરપકડ પણ કરવામાં આવી છે.
૨૦૧૦-૧૩ની સરખામણીએ નકસલી હુમલામાં ૩૬ ટકાનો ઘટાડો થયો હોવાનો દાવો સરકાર કરી રહી છે. ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન ૬૫૨૪ નકસલીઓને ઠાર કરાયા હતા. જયારે ૨૦૧૪ થી ૨૦૧૭માં ૪૧૩૬ નકસલીઓને ઠાર કરાયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com