અંગ્રેજી માધ્યમનું ૯૦.૧૨ ટકા, ગુજરાતી માધ્યમનું ૬૫.૧૬ ટકા પરિણામ અને હિન્દી માધ્યમનું ૭૨.૩૦ ટકા પરિણામ

ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ ૦.૭૪ ટકા નીચું

વિદ્યાર્થીનીઓએ ૭૨.૬૯ ટકા સાથે બાજી મારી વિદ્યાર્થીઓનું ૬૩.૭૩ ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે વહેલી સવારે ધોરણ ૧૦નું પરીણામ વેબસાઈટ પર મુકવામાં આવ્યું હતું. ધો.૧૦નું ૬૭.૫૦ ટકા પરીણામ જાહેર કરાયું છે. માર્ચ-૨૦૧૮માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ૭.૯૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૫.૩૩ લાખ પરીક્ષાર્થીઓ ઉર્તિણ થયા છે. સૌથી વધુ સુરત જિલ્લાનું ૮૦.૬ ટકા પરીણામ જયારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું ૩૭.૩૫ પરીણામ જાહેર કરાયું છે. આ વર્ષે રાજયની ૩૬૮ શાળાઓએ ૧૦૦ ટકા પરીણામ હાંસલ કર્યું છે.

આ વર્ષે વિદ્યાર્થીનીઓએ ૭૨.૬૯ ટકા ઉંચુ પરીણામ મેળવી વિદ્યાર્થીઓને પાછળ રાખી દીધા છે. જયારે વિદ્યાર્થીઓમાં ૬૩.૭૩ ટકા પરીણામ રહ્યું છે. આ વર્ષે ધો.૧૦ની પરીક્ષામાં ૯૦૮ કેન્દ્રોમાં ૭૯૫૫૨૮ પરીક્ષાર્થીઓમાંથી ૭૯૦૨૪૦ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં ૫૩૩૪૧૪ પરીક્ષાર્થીઓ ઉર્તિણ થયા છે. જયારે ૨૪૧૦૪૩ રીપીટર વિદ્યાર્થીઓમાંથી ૨૩૩૪૭૬ વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા ૧૪.૧૮ ટકા પરીણામ રહ્યું છે.

સૌથી વધુ પરીણામ ધરાવતા કેન્દ્રોમાં જુનાગઢ જિલ્લાનો દબદબો રહ્યો છે. ૯૬.૯૩ ટકા સાથે જુનાગઢ જિલ્લાનું ખોરાસા કેન્દ્ર રાજયભરમાં ટોપ પર રહ્યું છે. જયારે દાહોદના સુખરસર કેન્દ્ર ૫.૯૩ ટકા સાથે સૌથી ઓછું પરીણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. આ વર્ષે એક વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૯૮૭૪ જયારે બે વિષયની નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૭,૭૦૮ નોંધાઈ છે. ૬૩૭૮ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ, ૩૩૯૫૬ વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ, ૭૨૭૩૯ વિદ્યાર્થીઓને બી-વન ગ્રેડ, ૧,૨૭,૧૧૦ વિદ્યાર્થીઓને બી-ટુ ગ્રેડ, ૧,૭૨,૩૫૦ વિદ્યાર્થીઓને સી-વન ગ્રેડ, ૧,૧૩,૯૩૨ વિદ્યાર્થીઓને સી-ટુ ગ્રેડ, ૬૯૩૭ વિદ્યાર્થીઓને ડી ગ્રેડ અને ૧૨ વિદ્યાર્થીઓએ ઈ-વન ગ્રેડ પ્રાપ્ત થયો છે.

અંગ્રેજી માધ્યમનું પરીણામ ૯૦.૧૨ ટકા, ગુજરાતી માધ્યમનું પરીણામ ૬૫.૧૬ ટકા અને હિન્દી માધ્યમનું પરીણામ ૭૨.૩૦ ટકા જાહેર થયું છે. ગેરરીતિના ૧૦૫ કેસ નોંધાયા હતા. સીસીટીવીના આધારે ૧૨૩૧ ગેરરીતિ પકડાઈ હતી. અન્ય કારણોસર ૬૭૫ વિદ્યાર્થીઓનું પરીણામ અનામત રાખવામાં આવ્યું છે. ૧૬૫૦ વિદ્યાર્થીઓને ૨૦ ટકા પાર્સીંગ ગ્રેડથી ઉર્તિણ કરાયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.