શરીરના આધારસ્તંભ સમા કરોડરજ્જુની જાળવણી મામલે નિષ્ણાંત તબીબોનો મત લેવાયોવજન ઉંચકવું, ઝડપથી બેસવું, ઉંચી હિલ્સ પહેરવી, કુદકા મારવા સહિતનાથી નુકસાન થઈ શકે
માનવનાં અસ્તિત્વની ઓળખાણ તેના શરીરથી જ થાય છે. દરેક વ્યકિતના શરીરમાં ભિન્નતા જોવા મળે છે. તેમજ તેની ક્ષમતા પણ અલગ-અલગ હોય છે. માનવ શરીરનું મહત્વના અંગ તરીકે કરોડરજજુ તેમજ મણકા ગણાવી શકાય. દરેક વ્યકિતમાં આ અંગોની ચંચળતા વતા-ઓછા પ્રમાણમાં હોય છે.
જેમ કે માઈકલ જેકશન અથવા બાબા રામેદવની સામે કોઈ સામાન્ય વ્યકિતના અંગોની ચંચળતા પ્રમાણમાં ઓછી હોય છે. માનવ શરીરમાં કરોડરજજુ અને મણકાનું મહત્વ, જરૂરીયાત શું છે અને તેની કાળજી કઈ રીતે રાખવી ? આવા પ્રશ્ર્નોના ઉકેલના ભાગરૂપે ‘અબતક’ દ્વારા નિષ્ણાંતોની સલાહ લેવાઈ હતી.
ગાદી ખસી જવાના ૮૦ ટકા કિસ્સામાં આરામ કરવાથી સારૂ થઇ જાય છે: ડો. રાજેન્દ્ર ત્રિવેદી
રાજ ન્યુરો સર્જીકલો હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટરના ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું છેલ્લા ૩૦ વર્ષથી પ્રેકટીસ કરું છું તેમજ સિવીલ હોસ્પિટલમાં સેવા આપું છું. મણકા અને કરોડરજજુ આપણા શરીરનો આધારસ્તંભ છે.
કરોડસ્તંભ ૩૩ મણકાની બનેલી હોય છે જેની અંદર આપણું વજન ત્યાંથી જ ટ્રાન્સફર થતું હોય અને ચાર પગે ચાલતા હોય તેની કરોડરજજુ હોરિઝોન્ટલ હોય છે. અને આપણી ઉભી લીટીમાં હોય છે તેથી આપણું વજન કરોડસ્તંભ ઉપર આવતો હોય છે. અને કરોડરજજુમાંથી મગજની નસો છે તે પસાર થતી હોય છે.
કરોડરજજુ અને મણકાની વચ્ચે એક ગાદી હોય છે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ ગાદીમાં ધસારો થાય અને પાણી ઓછું થઇ જાય છે. આપણા જીવનનો મુખ્ય આધાર કરોડરજજુ અને કરોડસ્તંભ છે. ગાદી ખસી જવી એટલે વધારે વજન ઉંચકવાથી જ્ઞાનતંતુઓમાં દબાણ થાય છે તેથી ગાદી ખસી જાય છે.
તેમજ મણકાનું ઓપરેશન જોખમી નથી રહ્યા કેમ કે હવે આધુનિક ટેકનોલોજીથી સર્જરી થાય છે. ખાદી ખસી જવાથી જે લોકોને કમરનો દુખાવો થતો થાય છે. તે ૭૦ થી ૮૦ ટકા લોકોને આરામ કરવાથી સારુ થઇ જાય છે અને ૧પ થી ર૦ ટકા લોકોને જ ઓપરેશનની જરુર પડે છે.
બોડીના અલગ અલગ પાર્ટનું ઇન્પ્લાન્ટ થઇ શકે છે. તેમ મણકાનું પણ ઓપરેશન કરી ફરી સારુ થઇ જાય છે. સામાન્ય રીતે દરેક વ્યકિતને કમરનો દુ:ખાવો થતો જ હોય છે. વજન ઉચકવું, ઝડપથી બેસવું, હિલ્સ પહેરવી, જમ્પ કરવું, વગેરે તેના કારણો છે તેની અલગ અલગ સારવાર હોય છે
તેમજ કોઇપણ વ્યકિત પોતાની ફલેકસીબ્લીટી પ્રમાણે જમીન પર નમી શકે તેમજ તેના માટે યોગા વગેરે કરવું જોઇએ અને ખાસ તો સુર્યનમસ્કાર કરવું જોઇએ.
માઇકલ જેકશન સામાન્ય વ્યકિત કરતા વધારે ડીગ્રી જમીન પર નમી શકતા કારણ કે તેને પ્રેકટીસ હોય અને તેનું બોડી ઇલાસ્ટીક હોય અમારી ખાસિયત એ છે કે મણકા, મગજ અને કરોડરજજુની ટ્રીટમેન્ટ અમે કરીએ છીએ અને આજની આધુનિક સર્જરી છે. તે અમે સારવાર કરીએ છીએ.
વજન ઉંચકતી વખતે ગોઠણથી વળો, કમરને ઓછો સ્ટ્રેસ આપો: ડો.પુનિત ત્રિવેદી
સ્ટર્લીહગના ડો. પુનિત ત્રિવેદીએ જણાવ્યું કે માનવ શરીરમાં મણકા અને કરોડ રજજુની કાળજી સીધા બેસવાની વજન ઉંચકતીક વખતે ગોઠણથી વળવું જોઈએ, કમરને ઓછો સ્ટ્રેસ આપવો અને રેગ્યુલર કસરત કરવાથી ભવિષ્યમાં પ્રોબ્લેમ થતા નથી આપણે ઝડપતી ચાલીએ ત્યારે ગાદી ખસી જતી હોય છે.
મણકાનું ઓપરેશન ૯૮ થી ૯૯ ટકા સુરક્ષીત જ હોય છે. અને લગભગ ઓછા કેસમાં ઓપરેશનની જરૂર પડે છે. મણકામાં સ્ક્રુ અને પ્લેટસ નાખીને ઈન્પ્લાન્ટ થઈ શકે છે. ગ્રેડ ૩ અને ૪નો મણકો ખસી ગયો હોય તો જ તેનું ઈન્પ્લાન્ટ કરી શકાય.
સામાન્ય વ્યકિત કરતા માઈકલ જેકશન વધારે નમી શકતા તેની પર સ્ટડી થઈ રહ્યું છે. કેમકે આ વસ્તુ શકય નથી અને એવું લાગે છે કે તેની કરોડરજજૂ એકસ્ટ્ર ફલેકસિબલ હતી અને તે કુદરતી હતુ અને મેં સારૂ સ્ટડી હૈદરાબાદમાંથી કર્યું છે. અને હાઈબેઈઝ સર્જરી પર સ્ટડી કર્યું છે જે સૌરાષ્ટ્રમાં કયાંય થતી નથી.
મણકાની ગાદીની હવે અત્યાધુનિક સારવાર થાય છે: ડો.કાંત જોગાણી
વોકાર્ડ હોસ્પિટલનાં ડો.કાંત જોગાણીએ જણાવ્યું કે હું છેલ્લા ૧૫ વર્ષથી વોકહાર્ડ હોસ્પિટલમાં સેવા આપુ છુ અને કરોડરજજુ અને મણકા છે તે શરીરનો આધારસ્તંભ કહેવાય આખા શરીરનો ક્ધટ્રોલ કરોડરજજુ દ્વારા થતો હોય છે.
ગાદી ખસી જવી એટલે બે મણકાની વચ્ચે જે ગાદી હોય જેમાં જે જેવું પ્રવાહી હોય તેને કાષઈ કારણસર જો વજન ઉંચકાઈ જાય તો તે પ્રવાહી નસ ઉપર દબાણ કરે અને તેને લીધે શરીરમાં અસહ્ય દુખાવો થતો હોય છે.
મણકાના ઓપરેશનો સેઈફ થઈ ગયા છે. કારણ કે હવે માઈક્રોસ્કોપીક સર્જરી થતી હોય છે. જેથી તેનું ૯૯ ટકા રીઝલ્ટ સારૂ આવે અને બે દિવસમાં હરતા ફરતા પણ થઈ જાય છે. મણકામાં ઈનપ્લાન્ટ થઈ શકે છે. સામાન્ય વ્યકિત કરતા માઈકલ જેકશન વધારે નમી શકતા કારણ કે તે યોગા કરતા હોય અને યોગા, વોર્કિંગ, વગેરરે કરવાથી આ વસ્તુ શકય બને. વોકહાર્ડની ખાસીયત એ છે કે તેઓ માઈકોસ્કોપીક સર્જરી કરે છે. અને દરરોજ છથી સાત સર્જરી કરે છે. અને આધુનિક ઈન્સ્ટુમેન્ટસ પણ અહી છે.
બાળપણથી કસરત કરવાથી મરૂસ્તંભને નુકસાન પહોંચે: ડો.પ્રકાશ મોઢા
ગોકુલ હોસ્પિટલના ડો.પ્રકાશચંદ્ર મોઢાએ જણાવ્યું કે, કરોડરજજુ અને મણકાને મેરુસ્તંભ પણ કહી શકાય અને આપણી ખોપરીનો તે વજન સહન કરે છે અને આખા શરીરનું વજન ઉપાડે છે. સાથે-સાથે બે મણકા વચ્ચે ગાદી હોય છે તે સોફટ રીતે વર્ક કરે છે.
ગાદી ખસી જવી એટલે બે મણકા વચ્ચે ગાદી છે તે અમુક ઉંમરે ઘસાય જાય છે. તેમાંથી એક નસ નીકળતી હોય તેને દબાવે જેથી દુખાવો થાય. દુખાવાના દર્દીને બને ત્યાં સુધી વજન યોગ્ય રીતે ઉપાડવું, એકાએક વજન ન ઉપાડવું પહેલા ગોઠણથી વળીને નીચે બેસવું જોઈએ.
મણકાના ઓપરેશન વિશે પહેલા ગેરસમજણ હતી કે મણકાનું ઓપરેશન કરવાથી પગ ચાલ્યા જાય કે હાથ ચાલ્યા જાય પણ હવે અમે માઈક્રોસ્કોપ વાપરીએ છીએ. જેને દુરબીન કહીએ છીએ તેનાથી વાળ જેવી પાતળી નસ, આંગળી જેવી જાડી દેખાય અને મણકામાં નાનકડુ હોલ કરી આપણે ગાદી કાઢી લઈએ છીએ.
જેથી દર્દીને પણ દુખાવો થતો નથી અને તે બે દિવસમાં ચાલતા પણ થઈ જાય. મણકામાં ઈન્પ્લાન્ટ થઈ શકે છે. મણકામાં સ્ક્રુ નાખી શકીએ. સામાન્ય વ્યકિત કરતા માઈકલ જેકશન ૪૫ ડિગ્રી સુધી જમીન પર નમી શકતા કારણકે તે અપવાદરૂપ હતા અને તે ખુબ જ પ્રેકટીસ કરતા અને સામાન્ય રીતે માણસે આવું ન કરવું જોઈએ નહિતર તે ખાદી ખસી જવાનો ભોગ બને.
જે નાનપણથી કસરત કરતા હોય તો આ વસ્તુ લાંબાગાળે શકય બને છે. ગોકુલ હોસ્પિટલની ખાસીયત મગજ અને મણકા જ છે. અમે અલગ પડીએ છીએ કારણકે અમારી પાસે આખી ટીમ છે અને સ્પાઈન સર્જનની પાંચ ડોકટર્સની ટીમ છે. અમારી પાસે લેટેસ્ટ ઈન્સ્ટુમેન્ટ છે જેમ કે દુરબીન, એન્ડોસ્કોપ અને ઈન્પ્લાન્ટ મુકવાના ઈકવીપમેન્ટ પણ અમારી પાસે છે. તેથી જ અને સ્પાઈનનું કામ સારી રીતે કરી શકીએ છીએ અને અમે અમારા દર્દીને પરિવારના સભ્યની જેમ ટ્રીટ કરીએ છીએ અને અમારી ટીમ વર્કને લીધે સારું રીઝલ્ટ આપીએ છીએ અને દર્દીઓ ખુશ થઈને ઘરે જાય છે અને અમને આશીર્વાદ આપતા જાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com