ફેસબુક અને વોટસએપના સર્વરમાં રહેલી આતંકીઓની વાતચીતના ડેટા સુરક્ષા એજન્સીને દેવાનો ઈન્કાર
સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક અને વોટસએપનો વપરાશ તો દિન-પ્રતિદિન વધી રહ્યો છે, પણ શું આ સોશિયલ મીડિયા જાયન્ટ આટલુ મોટુ નેટવર્ક હોવા છતાં કોઈ કામનું છે ખરું ? આતંકવાદીઓની તપાસ માટે ફેસબુક અને વોટસએપ સાથ ન આપતા હોવાની સુરક્ષા એજન્સીઓએ ફરિયાદ કરી છે.
સુત્રોના આધારે એન્યુઅલ નેશનલ સેકયુરીટીના દિવસે એન્ટી ટેરર સ્ટ્રેટેજી ઘડવાની તૈયારી હતી ત્યારે એજન્સીએ તમામ રાજયોની મીટીંગ બોલાવી હતી. જેમાં કેન્દ્રીય પોલીસ સંસ્થા, ઈન્ટેલીજન્સ બ્યુરો તેમજ તેના હેડકવાર્ટરના સભ્યોને એકઠા કરવામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલાય વર્ષોથી ઘર્ષણ રહ્યું છે જોકે ભારતીય સૈનિકો દુશ્મનોને વળતો જવાબ આપી જ રહ્યા છે, પરંતુ દેશની સુરક્ષા માટે એન્ટી ટેરર સ્ટ્રેટેજી ખુબ જ જરી છે. પરંતુ તેમાં આટલું મોટુ નેટવર્ક ધરાવતા સોશિયલ મીડિયા કંપનીઓ કોઈ કામની નથી. વોટસએપ અને ફેસબુકના સર્વરમાં આતંકવાદીઓની વાતચીતના ડેટા પણ સામેલ હોય છે પરંતુ તેઓ આ ડેટા સુરક્ષા એજન્સીઓને આપતા નથી. આ વાતચીતથી ભારતને સુરક્ષિત બનાવવાની તૈયારીઓ કરી શકાય છે. યુપીના અધિકારીએ જણાવ્યું હતું કે, પૂર્વ ભારતથી બાંગ્લાદેશ તરફ આતંકી સંગઠનો ભારે પડી શકે છે. મદ્રાસમાં જમાત ઉલ મુજાહીદિન પણ છે તો આસામને પણ સુરક્ષાની આવશ્યકતા છે. એક તરફ રમઝાન માસ ચાલી રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાની ભારત પર ગોળીબાર કરવામાં કસર બાકી રાખતું નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com