મઘ્યપ્રદેશમાં ૬ જુને આયોજીત ખેડુત રેલી પૂર્વ કોંગ્રેસના સાંસદન
આગામી મઘ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી પૂર્વ ૬ જુને યોજનારી રાહુલ ગાંધીની ખેડુત રેલીમાં માનવમેદની એકત્રીત કરવા કોંગ્રેસે જે ટીકીટ વાંચ્છુકો આ રેલીમાં વધુ માનવમેદની લાવશે તેમને ટીકીટ આપવા માં આવશે તેવી જાહેરાત કરતા આશ્ર્ચર્ય સર્જાયું છે.
મઘ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં પ્રચારમાં શ્રી ગણેશ કરવા આગામી તા.૩ જુનના રોજ કોંગ્રેસ અઘ્યક્ષ ખેડુતો પર ગોળી વરસાવનાર પોલીસ દમનના વિરુઘ્ધમાં પીપલીમંડીથી વિશાળ ખેડુત રેલી યોજવા જાહેર કર્યુ છે. ત્યારે આ રેલીમાં વધુને વધુ લોકોની ભીડ એકત્રીત કરવા કોંગ્રેસના સાંસદ સંજય કપુરે એવી જાહેરાત કરી હતી કે વિધાનસભા ચુંટણી લડવા ઇચ્છુક જે ઉમેદવાર આ રેલીમાં સૌથી વધુ ભીડ એકત્રીત કરી શકશે તેને કોંગ્રેસ ટીકીટ આપશે.
દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીતુ પરવારીએ રાહુલ ગાંધીની આ રેલીમાં ર લાખથી વધુ જનમેદની એકત્રીત થનાર હોવાનું જણાવી કહ્યું હતું કે આવનાર વિધાનસભા ચુંટણીઓમાં કોંગ્રેસ ઝળહળતો વિજય મેળવશે સાથે સાથે ૨૦૧૯ નો લોકસભા ચુંટણીમાં પણ કોંગેસ જીત મેળવી કેન્દ્રમાં સત્તા સ્થાને આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com