મધ્ય ગુજરાતમાં ૩૧મી મેી ૬ જૂન વચ્ચે સારા વરસાદની પ્રક્રિયાનો પ્રારંભ થશે
ચાલુ વર્ષે ચોમાસુ ત્રણ દિવસ વહેલુ રહેવાના એંધાણ
વાવાઝોડા મેકુનુએ યમનમાં તબાહી મચાવી
યમનના સોકોતરા ટાપુ ઉપર વાવાઝોડા મેકુનુએ તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે એક ભારતીય સહિત પાંચ લોકોના મોત નિપજયા છે. જયારે ૪૦ લોકો લાપત્તા થયા હોવાનું જાણવા મળે છે.
વાવાઝોડાના કારણે રાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. યમનમાં એક તરફ યુદ્ધ છેડાયું છે અને બીજી તરફ વાવાઝોડાના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા છે. આજે આ વાવાઝોડુ સાઉદી અરબના સાઉ ભાગમાં ત્રાટકશે અને નબળુ પડશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
આંદમાન સુધી પહોંચી ગયેલું ચોમાસુ આગામી ચાર દિવસમાં કેરળમાં પ્રવેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી તા.૬ જૂન સુધીમાં ચોમાસુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છવાઈ જશે.
વરતારા અનુસાર જો આગામી ચાર દિવસમાં ચોમાસાનો કેરળમાં પ્રવેશ થશે તો સામાન્ય કરતા ચોમાસાનું આગમન ત્રણ દિવસ વહેલુ ગણવામાં આવશે. મધ્ય ભારતમાં સારૂ ચોમાસુ રહેવાનો અંદાજ છે. આગામી તા.૩૧ મેથી મધ્ય ભારતમાં સારા વરસાદની પ્રક્રિયા થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
અરેબીયન શી અને બંગાળના અખાતમાં ચોમાસા માટે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે કેરળમાં આગામી ૪ દિવસમાં ચોમાસાનો પ્રવેશ થશે. લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળના કેટલાક ભાગ, કર્ણાટક અને તેલંગાણા તેમજ ઓરીસ્સા અને બંગાળમાં તા.૧ થી ૭ દરમિયાન હળવાી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ચાલુ વર્ષે ચોમાસુ ત્રણ દિવસ વહેલુ કેરળમાં આવી પહોંચશે તેવી ધારણા નિષ્ણાંતોની છે. આગામી તા.૬ જૂન સુધીમાં દેશભરમાં ચોમાસાનો પ્રવેશ થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ વર્ષે ચોમાસુ સારૂ રહેશે તેવી આશા સેવવામાં આવી રહી છે. મધ્ય ભારતમાં ચોમાસુ સારા રહેવાના વરતારાથી લોકોને હાશકારો થયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com