જીવન ટકાવવા માટે કે પ્રજનન માટે પંખીઓ લાંબો ઋતુપ્રવાસ કરે છે.
શિયાળામાં આપણે જોઇએ છીએ કે વિદેશી ઘણાં બધાં પંખીઓનાં ટોળેટોળાં ભારતમાં શિયાળો ગાળવા આવે છે. તેઓ હજારો કિમીનો પ્રવાસ ખેડે છે, ડુંગરા-દરિયા ઓળંગે છે. તે બધાં પંખીઓ આપણા સમુદ્રકાંઠે, નદી અને સરોવરકાંઠે શિયાળો ગાળે છે.
ઋતુપ્રવાસ કરતાં પંખીઓનું શિયાળું વતન અને ઉનાળું વતન અલગ હોય છે. લાંબા ઋતુપ્રવાસ માટે તેઓ દિવસો સુધી તૈયારી કરે છે.
પ્રવાસ દરમિયાન આ પંખીઓ ખોરાક તો સાથે લઇ ન શકે. આથી તેઓ અકરાંતિયાની જેમ ખા ખા કરીને ચરબી વધારે છે. આ ચરબી પ્રવાસ દરમિયાન તેમને પોષણ આપે છે.
આ પંખીઓ પ્રવાસમાં કંઇ નકશો લઇને જતાં નથી, તો પછી સવાલ થાય કે તેમને રસ્તો કઇ રીતે જડે ? – દિવસે સૂર્ય અને રાતે તારા એ એમના નકશા ! મોટાં પંખીઓ કલાકના ૮૦ કિલોમીટરની ઝડપી ઉડે છે ! દરિયો ઓળંગવા કેટલાંક પંખીઓ સતત ૩૬ કલાક સુધીય ઉડી શકે છે ! તેઓ નાનાં-મોટાં ટોળાંમાં પ્રવાસ કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com