મુરલીધર બ્રાન્ડનું મરચું રૂ.૯૦ થી ૧૧૦ સુધીમાં વહેંચવામાં આવતું હતું
વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ તમામ પ્રકારની નીતિને નેવે મુકી જન આરોગ્ય સાથે ચેડા કરવામાં પાછીપાની કરતા નથી. સડેલા અને ડીટીયાવાળા હલકી ગુણવતાના મરચાને લાલ ચટાકેદાર બનાવવા કેમિકલયુકત કલર ચડાવી મફતના ભાવે મરચું વહેંચવાનું કરતુત આજે આરોગ્ય શાખા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. મુરલીધર બ્રાન્ડ ૩૦૦ કિલો મરચાનો નાશ કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના આડા પેડક રોડ પર માર્કેટીંગ યાર્ડ સામે ભરવાડ વાડી પાસે ભગીરથ સોસાયટી-૧૨માં રવિ ચંદુભાઈ મોલીયાની માલિકીના પટેલ ટ્રેડર્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એકદમ હલકી ગુણવતાના મરચાં અને ડીટીયાવાળા મરચામાં કેમિકલયુકત કલરની ભેળસેળ કરી તેને બજારમાં ૯૦ થી ૧૧૦ રૂપિયા લેખે વહેંચવામાં આવતું હોવાનું માલુમ પડયું હતું. જયારે મુરલીધર બ્રાન્ડ પેકિંગ મરચાનું રૂ.૧૩૦ થી ૧૭૦ સુધીમાં વેંચાણ કરવામાં આવતું હતું. આજે ચેકિંગ દરમિયાન ૩૦૦ કિલો હલકી ગુણવતાના મરચાનો નાશ કરી સેમ્પલ લેવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com