સદીઓથી એક પરંપરા ચાલતી આવી છે કે લગ્ન બાદ દીકરી તેના સાસરે જ રહે છે અને એટલે એવી કહેત પણ છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. આ વાત અત્યાર સુધી માત્ર સાંભળી જ છે અને ક્યારેય એ બાબતે સરખુંક ધ્યાન પણ નથી આપ્યુ. પરંતુ હવે જયારે યુવતી 24 વર્ષની થાય છે અને તેના લગ્નનો દિવસ નજીક આવે છે તેવા સમયે ખરેખર તેમની માનસિક સ્થતિ પણ કૈક આવીજ હોઈ છે અને અસમાનજાસમાં હોઈ છે કે શું ખરેખર હું હવે પારકી બની જઈશ?
લગ્નના શરૂઆતના વર્ષોમાં તો નવવિવાહિત યુવતી તેની દુનિયામાં માસ્ટ હોઈ છે ,તેની આજુબાજુની દુનિયામાં શું થયી રહ્યું છે એ પણ તેને ખબર હોતી નથી.પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે અને માહોલથી વાકેફ થાય છે ત્યારે એક વાતનો અહેસાસ થાય છે ,જયારે મમી કે પિયરની કોઈ વ્યક્તિ કઈ મહત્વની ખરી કરે અને બાદમાં પરણિત દીકરીને ખબર પડે કે આ ક્યારે ખરીદ્યું ત્યારે પિયરમાંથી એમ સાંભળવા મળે કે તને કહેવાના જ હતા પરંતુ મગજમાંથી નીકળી ગયું. ત્યારે અચાનક એવી લાગણીનો અનુભવ થાય છે કે જયારે ત્યાં હતી ત્યારે કઈ પણ નાની વસ્તુની ખરી મારી સહમતી વગર નોતી થતી અને હવે જયારે લગ્ન બાદ પૂછવાનું તો ઠીક કહેતા પણ નથી. સાચે શું હું આટલી પારકી થયી ગયી છું.
જયારે પણ આવી કઈ ઘટના તમારી સાથે બને છે ત્યારે તમારા હ્યદયને ઠેસ પહોંચે છે. અને જયારે તમે આ બાબતે તારી કોઈ મિત્ર સાથે વાત કરો ચો અને એ પણ એ વાત સાથે સહમતી દર્શાવી એવું કહે કે મારી સાથે પણ કઈક આવું જ થયું છે ત્યારે તમને મનમાં થોડી શાંતિ થાય છે કે હું એકલી જ નથી આ પરિસ્થિતિનો સામનો કરવા વળી અને બીજી દીકરીઓ પણ છે જેને લગ્ન બાદ આવી કંઈક પરિસ્થિતિનો સામનો કર્યો છે અને એવું જ ફીલ કર્યું છે જેવું મેં કર્યું છે. કદાચ દરેક પરણિત સ્ત્રી માટે આ પરિસ્થી એક સમાન છે.
આ કઈક એવી જ બાબત છે જે દરેક પરણિત સ્ત્રીરેખરના મનમાં આવતી હશે કે ખરેખર મારુ ઘર ક્યુ છે મારા માતાપિતાનું કે મારા પતિનું???
નવવિવાહિત યુવતીના જીવાવનો આ પડાવ એવો પડાવ છે જે એક જીવનમાંથી બીજા જીવનની શરૂઆતનો પડાવ હોઈ છે, જેમાં તેને અનેક કન્ફ્યુઝન હોઈ છે.જેના કારણે અનેકવિધ વિચારો પણ આવતા હોઈ છે. જેના અંતે જે પરિસ્થિતિ સામે આવે છે તેને જ સ્વીકારી જીવનમાં આગળ વધે છે.
સમય જેમ જેમ પસાર થતો જાય છે તેમ તેમ આ પ્રકારના વિચારોનો વંટોળ પણ શાંત થતો જાય છે. અને જ્યાં રહો ચો એ સમાજ અને પરિસ્થિને અનુકૂળ થતા જાવ છો એટલે એ વાતાવરણમાં તમે સેટ થઇ ગયા હોવ એટલે બીજા કોઈ વિચાર તામરા પાર હાવી નથી થતા. અને જીવનના બીજા પડાવમાં તમે આગળ વધવા લાગો છો.તમારી ડખુડીની દુનિયાનું નિર્માણ કરો ચો અને તેમાં તમારી જગ્યા બનાવો છો. જેના કારણે તમારી નવી લાઈફમાં તને અનુકૂળતાનો અનુભવ પણ કરી શકો છો.
આ બાબતનો એવો મતલબ નથી કે તમે તમારા બાળપણને ભૂલી જાવ એ જગ્યા એ પરિવારથી દૂર થયી જાવ, જેની ઈચ્છા તો હંમેશા તમારામાં રહે જ છે.તમે ભલેને ગમે તેટલા મોટા થયી જાવ પરાંતુ તમારા માતાપિતા માટે તો હંમેશા એ નાનકડી ઢીંગલી જ છો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com