ઉત્તરાખંડમાં બે અઠવાડિયા સુધી ચાલશે લશ્કરી કવાયત બંને દેશોના ૬૦૦થી વધુ સૈનિકો ભાગ લેશે
આતંકવાદીઓના નાશ માટે ભારત અને નેપાળ વચ્ચે આગામી તા.૩૦થી બે અઠવાડિયા સુધી ઉતરાખંડના પીથોડગઢ વિસ્તારમાં સંયુકત સૈન્ય કવાયત થશે. પર્વતીય વિસ્તારોમાં આતંકીવાદીઓને શોધીને તેમના ખાતમા માટે આ પ્રકારનું સંયુકત ઓપરેશન ખુબ જ મહત્વનું બની જશે.
આ મામલે વિગતો અનુસાર ભારતીય સૈન્ય દ્વારા સંયુકત સૈન્ય કવાયતનું નામ ‘સુર્યકિરણ’ રાખવામાં આવ્યું છે. આ કવાયતમાં ભારતના ૩૦૦ અને નેપાળના ૩૦૦ એમ કુલ ૬૦૦ જવાનો ભાગ લેશે. નૌસેના કવાયતથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો પણ મજબુત બનશે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ નેપાળની મુલાકાત લીધી હતી. નેપાળ અને ચીન વચ્ચેના સંબંધો મજબુત બની રહ્યા હોય ભારત માટે આ સંબંધો ચિંતાનો વિષય બની ગયા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી નેપાળ અને ભારત વચ્ચે સંબંધોમાં ઓટ આવતી જોવા મળી રહી છે. રાજકીય અને ભૌગોલિક ક્ષેત્રે ભારત માટે નેપાળની જરૂરીયાત ખુબ જ વધુ હોવાના કારણે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં નેપાળની મુલાકાત લઈ મહત્વના પ્રોજેકટને લીલીઝંડી આપી હતી. હવે બંને દેશો વચ્ચે લશ્કરી કવાયતના કારણે સંબંધો ગાઢ બનશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com