દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પરિવાર દ્વારા પુરૂ ષોતમ માસના પ્રારંભથી દ્વારકામાં ધર્મોત્સવનો પ્રારંભ કરેલ હોય દ્વારકા પધારેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બપોરે ૩ કલાકથી પૂ. કનકેશ્ર્વરી દેવીના વ્યાસાસને ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહમાં કથાશ્રવણનો લાભ લીધો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ હૃદય યોજના અંતર્ગત બેટ દ્વારકામાં અંદાજીત ૧૫ કરોડ રૂપીયાના વિકાસ કાર્યોનો શુભારંભ પણ કર્યો હતો. અને ટુંકમાં કામો શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત કાન્હાનું કામ, દુધનું દાન યોજનાનો પર તેમણે પ્રારંભ કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com