સાર્વજનિક પ્લોટમાં રેકડી, લારી, ગલ્લા ધારકોનું દબાણ ટ્રાફીક સમસ્યા વકરે તે પહેલા ઉકેલ લાવવા માંગણી
મોરબી શહેરમાં વસ્તી અને વિસ્તારનો વિકાસ થયો તે સાથે વાહનોનો પણ વધારો થયો પણ રાજાશાહી વખતથીજે રોડ છે. તે રોડની પહોળામાં જરા પણ વધારો થયો નથી અને જાહેર ચોક કે સાર્વજનીક પ્લોટની ખાલી જગ્યામાં રેકડી લારી ગલ્લા વારા પોતાનું પેટીયુ રડવા ઉભા રહેતા હોય મોરબી શહેરમાં ટ્રાફીક સમસ્યા અને પાર્કિંગ સમસ્યા ગંભીર બનતી જાય છે. અને તે સમસ્યાઓ વકરીને મોટો વડલો બને તે પહેલા પૂર્વે પ્લાનીંગ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એ વહેલાસર નહી જાગો તો ભવિષ્યમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી ઘટના બનશે મોરબી શહેરનાં રોડ ઉપર અગાઉ વાહન મર્યાદિત હોય કોઈ ટ્રાફીક સમસ્યા ન હતી અને વાહનો ન હોય પાર્કિંગની સમસ્યાજ ન હોય તે સ્વભાવીક છે. પણ મોરબી શહેરમાં વસ્તી વધી અને વિસ્તારનો વધારો થયો જેથી વાહનોનો પણ વધારો થયો હવે જે રોડ હતા તેમાં એક એક ભોયતળીયાના મકાનો કે દુકાનો હતા તે પાડી નાખીને ત્યા મોટા અને ઉંચા શોપીંગ સેન્ટરો બન્યા પણ તેમને પાર્કિંગની જગ્યા તો છોડી જ નહી આવું મોરબી શહેરના દરેક મુખ્ય રોડ ઉપર હાલ બની રહ્યું છે. આટલું ઓછુ હોય તેમ રોડ ઉપર રેકડીઓ ઉભી રાખીને ધંધો કરવામાં આવે છે. જેના કારણે રોડ ઉપર સતત ટ્રાફીક જામ રહે છે. મોરબીના મુખ્ય રોડ ઉપર થઈ રહેલા બહુમાળીના બાંધકામનો નોટીસ આપી ને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ મોરબી નગરપલીકાના ચીફ ઓફીસરને આપ્યો છે. હજુ સુધી આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ જયાં વાહન પાર્કિંગ થઈ શકે તેમ છે. ત્યાં રેકડીઓ અને લારી ગલ્લા રાખી દેવામાં અાવતા હોય પાર્કિંગ વ્યવસ્થા જાળવી શકાતી નથી. નગર દરવાજા ચોકમાં વાહન પાર્ક થ, શકે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી શહેરી લોકોની માંગ ઉભી થઈ છે.
નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધીનાં રોડમાં રેકડીઓઅડધા રોડ સુધી ઉભી રાખવામાં આવે છે. પોષ્ટ ઓફીસની સામે પાથરણા પાથરીને રોડની જગ્યા રોકી લેવામાં આવી છે. રોડ ઉપર અને ફૂટપાથ પરનું દબાણ દૂર કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા થોડી હળવી થઈ શકે તેમ છે. તેમજ રોડ ટચ જે શોપીંગ સેન્ટરો બને છે તેને પાર્કિંગની સુવિધા ઉભી કરવી પડે તેટલી હદે મજબુર કરવા માટે વહીવટી તંત્રએ કટીબધ્ધ થવું પડશે નહીતર આવનારા સમયમાં રોડની ટ્રાફીક સમસ્યા અને પાર્કિંગ વ્યવસ્થા કાબુ બહાર જતી રહેશે ત્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવો પડે તેવી સ્થિતિ સર્જાશે આવી બેહદ બનતી ટ્રાફીક સમસ્યા અને પાર્કિંગ સમસ્યા માટે પૂર્વ પ્લાનીંગનું કાર્ય અનિવાર્ય છે તેને કોઈ રીતે અવગણી શકાય તેમ નથી.