ટ્રાન્સપોર્ટેશનને લગતા પ્રશ્ર્નોનો સરકાર ઉકેલ નહી લાવે તો આગામી ૨૦મી જૂનથી ભારે વાહનોના પૈડા થંભી જશે
સતત વધતા જતા ડિઝલનાં ભાવ, ટોલ પ્લાઝાના દર, ઈ.વે.બીલ તથા થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સને લીધે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પાંગળો બનતો જાય છે. અવાર નવાર રજૂઆતને કારણે સંતોષકારક પગલા લેવાયા નથી તેથી ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા આગામી તા.૨૦ જૂનથી ટ્રાન્સપોર્ટેશન સ્ટ્રાઈક કરવાની તૈયારી બતાવી છે.
હસુભાઈ ભગદેવ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી જણાવે છે કે ડિઝલના રોજીંદા ભાવ વધારા, ટોલ પ્લાઝામાં દરમાં વધારો એ.વે.બિલ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ આવા કારણોનાં લીધે ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે આગામી તા.૨૦ જૂનથી ઓલ ઈન્ડીયા સ્ટ્રાઈકનું એલાન કર્યું છે. ટ્રાન્સપોર્ટેશનમાં હાલ જરીયાત ઓછી છે, ગાડીઓ બિન ઉપયોગી પડી રહે છે.
ખર્ચાઓ વધતા જાય છે.તેમજ એ.વે. બીલની પેલેન્ટરી ટ્રાન્સપોર્ટરો પર આવે છે. ઉપરાંત વિમાનો દર પણ ખુબ ઉંચો છે. સરકારે આ મુદા પર ધ્યાન આપી ડિઝલને જીએસીમાં લેવું જોઈએ ટોલ પ્લાઝાનો દર વાર્ષિક કરી નાખવો પરંતુ જો આ મુદા પર કોઈ પગલા લેવામાં નહી આવે તો ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગકારો સ્ટ્રાઈક કરી વિરોધ જાહેર કરશે.
પરમરાજસિંહ રાણા (જોઈન્ટ સેક્રેટરી અખીલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એશોસીએશન અને સેક્રેટરી ઓફ રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટેશન) જણાવે છેકે ડિઝલના ભાવ વધારાને લોકલ ટ્રક ટ્રાન્સપોર્ટર્સને ખુબ નાણાભીડ આવે છે. ટોલ ફ્રી ઈન્ડિયા આપવાની માંગણી કરવામાં આવી હતી જેમાં ૭૦ થી ૮૦ હજાર કરોડ ડિઝલ તથા અમૂલ્ય માનવ કલાકોનો દૂર ઉપયોગ થાય છે.
ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ મંદીમાં છે. પરંતુ આગામી સ્ટ્રાઈકથી ઉદ્યોગભાંગી પડશે તેથી સરકારને વિનંતી છે. કે ડિઝલ, પેટ્રોલને જીએસટીમાં લેવું તથા ઈ.વે.બીલ ને મૂકિત આપવી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com