ટીવી, પાંચ મોબાઇલ, રોકડ અને સેટઅપ બોકસ મળી રૂ.૭૫,૫૦૦નો મુદામાલ કબ્જે
ભીલવાસ ચોકમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં આઇપીએલ ટુર્નામેન્ટની કલકત્તા અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂ.૭૫,૫૦૦ના મુદામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામમાં અમથીબા સ્કૂલ પાસે રહેતા રાજેન્દ્ર ઉર્ફે રાજુ અજીત બસીયા, સુભાષનગર શેરી નંબર ૬ના પ્રતિક પ્રદિપ કક્કડ, અમૃતા સોસાયટીના જેનિશ સુરેશ પરમાર અને ગાંધીગ્રામના વિમલ ભરત મકવાણા નામના શખ્સો ભીલવાસ ચોકમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં કલકતા અને રાજસ્થાન રોયલની મેચ દરમિયાન ક્રિકેટનો સટ્ટો રમાડતા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. બી.ટી.ગોહિલ, એએસઆઇ વિજયસિંહ ઝાલા,પ્રદ્યુમનસિંહ, વિક્રમભાઇ અને પ્રદિપસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડી ટીવી, સેટઅપબોક, પાંચ મોબાઇલ અને રોકડ મળી રૂ.૭૫,૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com