બેઠકોની યોગ્ય વહેંચણી થય અને કોઈના મત ન કપાય તે રીતે ગોઠવણ થાય તો વિપક્ષોનું જોર વધે, ભાજપને મુશ્કેલી પડે
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં ભાજપને મળેલી પછડાટે વિપક્ષોને એક મંચ પર આવવાની તક આપી છે. ગઈકાલે જેડીએસના નેતા કુમાર સ્વામીના શપ ગ્રહણ સમારોહમાં દેશના ૧૩ પક્ષોના વડાઓ અને મુખ્યમંત્રીઓ હાજર રહ્યાં હતા. વિપક્ષ દ્વારા આ તકે ભાજપ સામે જોરદાર શક્તિ પ્રદર્શન કરાયું હતું. વિપક્ષો એક જુથ થઈ મોદીના વિજયરથને અટકાવી શકશે કે કેમ તે અંગે હવે પ્રશ્નો થવા લાગ્યા છે.
કુમાર સ્વામીના શપથના સ્ટેજ શો પાછળના ખરેખર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની વ્યૂહ રચના તૈયાર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મંચ પર હાજર ૧૩ પક્ષોના વડાઓ મોદી વિરોધી મોરચો રચવાના ફિરાકમાં છે. આ તમામ લોકોએ લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધનની વાત કરી છે.
જાણકારોના મતે આ ગઠબંધન ૨૦૧૯ સુધી ટકે તો ભાજપને નુકશાન થઈ શકે છે. હાલમાં આ ગઠબંધન પાસે લોકસભાની ૧૩૨ બેઠકો છે. ભાજપની ૨૦૦ બેઠકો સામે તે ૪૮ ટકા છે. આ ગઠબંધનના પક્ષો લોકસભા દરમિયાન બેઠકોની યોગ્ય વહેંચણી કરે તો જોર વધી શકે છે અને કોઈના મત ન કપાય તે રીતે યોગ્ય ગોઠવણી થાય તો ભાજપને મુશ્કેલી વધશે.
વિપક્ષી દળો હાલ તો એક સાથે દેખાઈ રહ્યાં છે પણ મોદીની સામે કયાં ચહેરાને રજૂ કરશે એવા તો કયાં નેતાના આધારે ચૂંટણી લડવામાં આવશે તે મામલો ચર્ચાઈ રહ્યો છે. કોંગ્રેસ રાહુલ સિવાય અન્ય કોઈ નેતાને ગઠબંધનનો ચહેરો બનાવવા કે વડાપ્રધાન બનાવવા તૈયાર થશે કે કેમ તે પણ મોટો સવાલ છે. અન્ય પક્ષો પણ રાહુલનો સીધે સીધો સ્વીકાર કરી લે તેવા પણ સંજોગો દેખાતા ની.
ગઈકાલના સમારંભમાં મહત્વની એ બાબત હતી કે સોનિયા ગાંધીએ માયાવતી અને મમતા બેનર્જી સો સીધે સીધો સંવાદ કર્યો હતો. લાંબા સમય સુધી માયાવતીએ સોનિયા ગાંધીનો હા પકડી રાખ્યો હતો અને ચર્ચા કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધી પણ અખીલેશ, તેજસ્વી, ચદ્રા બાબુ સહિતના નેતાઓ સો ચર્ચા કરતા નજરે ચડયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com