સોનિક હયિારોના કારણે શ્રવણશક્તિ ગુમાવવી, ચક્કર આવવા, માાનો દુ:ખાવો, નબળાઈ અને અંધાપા સહિતની મુશ્કેલીઓ બાદ ગંભીર બિમારીમાં સપડાવાનું જોખમ
જૈવિક હથીયારોના ખતરા બાદ હવે અત્યાધુનિક સોનિક હથીયારોનું જોખમ વિશ્ર્વ ઉપર તોળાઈ રહ્યું છે. સુપર પાવર બનવાની લ્હાયમાં સામ્યવાદી ચીન દ્વારા દુશ્મન દેશોના નાગરિકો-સૈનિકોને બ્રેઈન ટયુમર જેવા ગંભીર રોગ ઈ શકે તે પ્રકારના સોનિક હયિારો વિકસાવવામાં આવ્યા હોવાની દહેશત છે. હાલ આ મામલે અમેરિકા સાબદુ ઈ ગયું છે.
થોડા સમય પહેલા કયુબાના દુતાવાસમાં અમેરિકન નાગરિકો શ્રવણશક્તિ ચાલી ગઈ હોવાની, માાના દુ:ખાવાની, ઉબકાની, આંખોમાં અંધાપા સહિતની ફરિયાદો કરી રહ્યાં હતા. આ મામલે તપાસ દરમિયાન દુતાવાસમાં અમેરિકાના નાગરિકો પર સોનિક હયિારોનો પ્રયોગ યો હોવાનું સામે આવ્યું છે. પરિણામે અમેરિકાએ વૈશ્ર્વિક તપાસ શ કરી છે. કયુબા બાદ ચીનમાં પણ આ પ્રકારનો બનાવ પ્રકાશમાં આવતા સોનિક હયિારો કોઈ દેશે વિકસાવ્યા હોવાનું ફલીત ઈ રહ્યું છે.
બેઈઝીંગ સ્થિત અમેરિકન દુતાવાસ દ્વારા સોનિક હયિારો મામલે એલર્ટ જાહેર કરાયો છે અને તાકીદ કરાઈ છે કે, ચીનમાં કયાંય પણ જો તમે અસામાન્ય અવાજ કે ગણગણાટ સંભળાય તો તે અવાજ કયાંથી આવે છે તે શોધવાની જગ્યાએ તાત્કાલીક અન્ય સ્ળે પહોંચી જવું હિતાવહ છે. અસામાન્ય અવાજ અને પ્રેશરના કારણે મગજ ઉપર અસર ઈ શકે છે. બ્રેઈન ટયુમર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વ ઉપર પ્રભુત્વ મેળવવા માટે હયિારો બનાવવાની હોડ ખૂબજ આગળ પહોંચી છે. રાસાયણીક હયિારોના પ્રયોગો પણ સામે આવ્યા છે. રાસાયણીક હયિારો માનવ જાત ઉપર મોટુ જોખમ છે ત્યારે સોનિક હયિારોના આવિષ્કાર પણ ભયંકર પરિણામો લાવી શકે છે. સોનિક હયિાર યુદ્ધની દિશા અને દશા ફેરવી શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે. આ પ્રકારનો હુમલો કયાંથીઅને કોણ કરી શકે તે જાણવા મુશ્કેલ બને છે.
માટે આવા છુપા હીયારો મામલે અમેરિકા પણ ચિંતીત બન્યું છે.
ચીનની સામ્યવાદી નીતિ વિશ્ર્વને યુદ્ધમાં ધકેલી શકે છે. અવાર-નવાર ચીન અમેરિકા સામે બાયો ચઢાવે છે. ચીન હાલ સંરક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરે છે. વિજ્ઞાન મામલે ચીન ભારત કરતા તો કયાંય આગળ નીકળી ગયું છે. ચીનની આ પ્રકારની રણનીતિ વિશ્ર્વ ઉપર ભયંકર ખતરો છે. હવે અમેરિકા આ મામલે શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com