લીંબડી ઉટડી પુલ, જૈન દેરાસર પાસે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા વિનોદચંદ્ર વાડીલાલ વસાણી ઉવ.૬ર ઉપર તેમના જ ભાડુઆત નયનાબેન દ્વારા મકાન ખાલી કરવા બાબતે સળિયા વડે હુમલો કરતાં, માથામાં ગંભીર ઇજા થતાં લીંબડી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવતા સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. આ બાબતે મરણ જનાર ના પિતરાઈ ભાઈ મહેશભાઈ ધનજીભાઈ ગાંધી વાણિયા ઉ.વ. ૫૨ રહે. જૂની સોસાયટી, લીંબડી જી. સુરેન્દ્રનગર એ લીંબડી પોલીસમાં ખૂનની ફરિયાદ નોંધાવતા લીંબડી પો.સ.ઇ. જી.જી.પરમાર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આરોપીને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવતા, લીંબડી પોલીસ હરકતમાં આવી ગઇ હતી.
લીંબડી પોલીસને આ બાબતની જાણ કરવામાં આવતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પો.સ.ઇ. જી.જી.પરમાર તથા સ્ટાફના એ.એસ.આઇ.બાબુલાલ, તથા હે.કો.ઋતુરાજસિંહ, દિલાવરખાન, મહેશભાઈ, વિજયભાઈ, ઈન્દ્રસિંહ, કમાન્ડો મનીષભાઈ, ડ્રાઇવર હસમુખભાઈ, નરેન્દ્રસિંહ, સહિતની પોલીસ ટીમ તાત્કાલિક હોસ્પિટલ તથા બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ. આમ લીંબડી પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવતા, ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપી નયનાબેન ભરતભાઇ સોની ને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપી નયનાબેન ને ગુન્હા સંબંધે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા, ગુન્હાની કબૂલાત કરેલ છે અને છેલ્લા બે ત્રણ દિવસથી આ મરી જનાર પોતાના મકાન માલિક વિનોદભાઈ વાણિયા મકાન ખાલી કરાવવા બાબતે માથાકુટ કરતાં હોય બપોરના સમયે પોતાના મકાનને તાળું મારી પોતાનો સામાન બહાર ફેકવા લગતા, બોલાચાલી થયેલ અને પોતાના વાળ પકડી પછાડતા, પોતે સળિયો ઉગામી માથામાં મારતા, વધુ વાગતા, ઓસરીમાં સોફા ઉપર પડી ગયેલ હતા. આમ ગુનાની કબૂલાત કરેલ છે. લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ જી.જી.પરમાર તથા બાબુલાલ તથા ૠતુરાજસિંહ દ્વારા લાશનું પોસ્ટ મોર્ટમ કરાવી, આગળની કાર્યવાહી તથા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com