મેયર ડો. જૈમન ઉપાધ્યાય અને મ્યુની. કમિશનર બંછાનીધી પાનીની જાહેરાત: રૂ.૫૫૦ માસીક પાસમાં ગમે તેટલીવાર મુસાફરી કરી શકાશે
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા બીઆરટીએસ તથા સીટી બસ સેવાનું વધુ સારૂ સંચાલન થઈ શકે તે હેતુથી સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસ સેવા અન્વયે બસમાં નિયમિત રીતે મુસાફરી કરતા લોકો તથા ક્ધસેશન પાસ ધારકો માટે માસિક, ત્રિ-માસિક તથા અર્ધ વાર્ષિક સમયગાળા માટે પિરીયોડીક પાસ સીસ્ટમ આગામી સમયમાં અમલમાં મૂકવાનું મંજૂર કરવામાં આવેલ છે. પાસ સિસ્ટમનો અમલ આગામી ટૂંક સમમાં જ શરૂ કરવામાં આવશે. પાસ માટેની પેમેન્ટ સિસ્ટમ પણ ઓનલાઈન રાખવામાં આવનાર છે. હાલ આ માટેનો સોફટવેર તૈયાર થઈ રહ્યો છે. સોફટવેર તૈયાર થતા જ પાસ માટેની ઓનલાઈન પેમેન્ટ સેવા કાર્યરત થઈ જશે. અને લોકો પાસ મેળવી શકશે તેમ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતુ.
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં નિયમિત રીતે મુસાફરી કરતા ખાસ કરીને વિદ્યાર્થીઓ, સીનીયર સીટીઝન તથા વિકલાંગ વ્યકિતઓને બસના ભાડામાં ૫૦% રાહત આપવા ક્ધસેશન પાસ સીસ્ટમ અમલમાં મૂકવામાં આવેલ છે.
મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ જણાવ્યું હતુ કે સીટી બસ અને બીઆરટીએસમાં પાસ સિસ્ટમ અમલમાં આવતા વધુને વધુ લોકો બસમાં મુસાફરીનો લાભ લેવા પ્રેરાશે ઉપરાંત આર્થિક રીતે પણ મુસાફરોને લાભ થશે. ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ બહેનો, દિવ્યાંગ ભાઈ બહેનો અને સીનીયર સીટીઝનોને વિશેષ આર્થિક છૂટ આપવામાં આવનાર છે.
સામાન્ય મુસાફર માટે માસિક પાસ રૂ. ૫૫૦માં ઉપલબ્ધ રહેશે. જયારે વિદ્યાર્થીઓ (૧૨ વર્ષથી નાના બાળકો માટે) માસિક રૂ. ૧૭૫ વિદ્યાર્થીઓ ૧૨ વર્ષ કે તેથી ઉપરનાં, વિકલાંગ વ્યકિતઓ માટે અંધ, અપંગ, માનસિક ક્ષતિવાળા અને સિનીયર સિટીઝન ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં માટે માસીક રૂ. ૩૫૦માં આ પાસ ઉપલબ્ધ બની રહેશે.પાસ સીસ્ટમ અન્વયેસીટી બસ તથા બીઆરટીએસ બસ સેવા માટે અલગઅલગ પાસ લેવાનો રહેશે તેમજ પાસ ધારક કોઈ પણ રૂટની બસમાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકશે. તથા તેની વેલીડીટી પૂર્ણ થયાબાદ નવો પાસ લેવાનો રહેશે. તેમજ આ પાસ મેળવવા માટેનો ચાર્જ રૂ.૪૦ અલગથી ચૂકવવાનો રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com