રાજકોટ શહેરના આઈ-વે પ્રોજેકટ ભારતભરમાં બેસ્ટ પ્રોજેકટ તરીકે પસંદગી પામેલ છે. આઈ-વે પ્રોજેકટ શહેરીજનોને સલામતી પુરી પાડવાની સાથો સાથ કાર્યદક્ષ રીતે સેવાઓ પુરી પાડવા માટે સફળ પ્રોજેકટ થયેલ છે.
આઈવે પ્રોજેકટ અંતર્ગત એવોર્ડ ઈનીશીએટેડ બાય એકસીબીશન ઈન્ડિયા ગ્રુપ દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેકટના અનુસંધાને સેઈફ સિટી અંતર્ગત સ્માર્ટ સિટી ઈન્ડિયા એવોર્ડ-૨૦૧૮ માટે રાજકોટ શહેર પસંદ થયેલ છે. આ ગ્રુપ દ્વારા જુદી-જુદી કેટેગરીમાં કુલ ૧૭ એવોર્ડ આપવામાં આવનાર છે. જેમ કે ડિઝીટલ સિટી, હેરીટેઝ સિટી વગેરે સમાવેશ કરેલ છે.
તા.૨૫મેના રોજ ન્યુ દિલ્હી ખાતે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી અનુપ્રિયા પટેલની ઉપસ્થિતિમાં સંસ્થા દ્વારા જુદા-જુદા શહેરોને એવોર્ડ અર્પણ સમારોહ રાખવામાં આવેલ છે.
આ એવોર્ડ અર્પણ સમારોહમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાયને ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળેલ છે. આ સંસ્થા ભારત સરકારની નોડલ એજન્સી ઈન્ડિયા ટ્રેડ પ્રોમોશન ઓર્ગેનાઈઝેશનએ મીનીરત્ન કેટેગરી હેઠળની સંસ્થા છે.
આ સંસ્થા દ્વારા સ્માર્ટ સિટી એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com