શહેરમાં ૯૨ અરજીઓ પૈકી ૭૩ અરજીઓને અપાય મંજૂરી
રાજય સરકાર દ્વારા તા. ૨૬-૪થી અમલમાં મૂકવામાં આવેલી ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશનના સફળ અને પરિણામલક્ષી અમલીકરણમાં રાજકોટ મહાનગરપાલીકાએ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી હાલ રાજયમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે જણાવ્યું હતુ.
આંકડાકીય માહિતી આપતા મ્યુનિ. કમિશનરએ વધુમાં એમ જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં રાજયમાં કુલ ૩૫૦ ઓનલાઈન અરજી નોંધાઈ હતી. જે પૈકી ૯૨ અરજીઓ તોમાત્ર રાજકોટ મહાનગરપાલીકામાં જ નોંધાઈ હતી. ૯૨ અરજીઓ પૈકી ૧૩ અરજીઓ નિયમાનુસાર નહી હોવાથી પરમિશનને પાત્ર બની શકી નથી.
જયારે ૭૩ અરજીઓ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન માટેના તમામ પેરામીટર્સ પૂર્ણ કરી રહી હતી. અને બાકીની ૬ અરજીઓની ચકાસણી જુદા જુદા કારણોસર પ્રક્રિયામાં છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમની મદદથી બાંધકામ પરવાનગીની પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બની છે.
આ સંદર્ભમાં વિસ્તૃત વાત કરતા કમિશનર બંછાનિધિ પાનીએ એમ પણ જણાવ્યું હતુ કે, રાજકોટ મહાનગરપાલીકાએ રજીસ્ટર્ડ આર્કિટેકટસ, એન્જીનીયર, કલાર્ક ઓફ વર્ક વગેરેની માહિતીનો એક ડેટાબેઝ તૈયાર કરેલો અને તે ચોકકસ ફોરમેટમાં ગાંધીનગર ખાતે સ્થિત સીટીપી ઓફિસને મોકલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલીકાએ આ તમામ લોકોને માર્ગદર્શન આપવા માટે ખાસ મિટિંગનું આયોજન પણ જે તે સમયે કરવામાં આવ્યું હતુ. સાથોસાથ મહાનગરપાલીકાના ત્રણેય ઝોનમાં હેલ્પ ડેસ્ક પણ શ કરવામાં આવેલ છે.તો વળી રાજકોટ મહાનગરપાલીકાના તમામ એ.ઈ. એ.એ.ઈ. એ.ટી.પી. વગેરેને તાલીમ માટે સીટીપી ઓફિસ, ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ હતા.
જયાં ચીફ ટાઉન પ્લાનર પી.એલ. શર્માએ રાજયભરનાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતુ આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલીકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે પણ ચીફ ટાઉન પ્લાનર પી.એલ. શર્માની ઉપસ્થિતિમાં એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com