ફલેટ ધારક અને કોન્ટ્રાકટર સામે નિર્લજજ હુમલાનો અને કોન્ટ્રાકટરે જ્ઞાતિ અંગે અપમાનીત કર્યાની નોંધાવી ફરિયાદ: ત્રણની ધરપકડ
રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા વિઠ્ઠલ એપાર્ટમેન્ટના ચોથા અને પાંચમાં માળે થતા વધારાના બાંધકામ અંગે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવેલા વિવાદના કારણે કોન્ટ્રાકટર સામે નિર્લજ્જ હુમલાની અને ફલેટ ધારક સામે એટ્રોસિટી અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણની ધરપકડ કરી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મવા રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા લેબર કોન્ટ્રાકટર હરીભાઇ જીવાભાઇ દાફડા રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં રહેતા કૌશલ ઉદાણી સામે જ્ઞાતિ અંગે અપમાનીત કરી ખૂનની ધમકી દીધાની તેમજ બાંધકામ બંધ કરાવ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જ્યારે વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં રહેતી ભાવીનીબેન કૌશલભાઇ ઉદાણીએ લેબર કોન્ટ્રાકટર હરી જીવા દાફડા, ફલેટ ધારક હિતેશ સંઘવી અને એક અજાણ્યા શખ્સ સામે નિર્લજ્જ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. મહિલા પોતાના ફલેટમાં કપડા બદલી રહ્યા હતા ત્યારે ત્રણેય શખ્સો મમાં આવ્યાનો આક્ષેપ કરતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
વિઠ્ઠલ એપાર્ટમેન્ટના ચોથા અને પાંચમાં માળના ફલેટ ધારકો વધારાનું બાંધકામ કરતા હોવાથી એપાર્ટમેન્ટના રહીશો દ્વારા વિરોધ કરી વિવિધ જગ્યાએ રજૂઆત કરી બાંધકામ અટકાવવા પ્રયાસ કર્યો હોવાના કારણે સામસામે ફરિયાદ નોંધાયાનું બહાર આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com