તામિલનાડુના તુતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટ વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થયેલી અથડામણમાં 12 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે બુધવારે સવારે ફરી એકવખત લોકોની પોલીસ સાથે અથડામણ થઈ હતી.આ મુદ્દે પણ હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.
ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ કોંગ્રેસ નેતા ચિદમ્બરમને આ મુદ્દે જવાબ આપવાનું કહ્યું છે. જ્યારે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે તુતીકોરિનમાં સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝના નવા કોપર સ્મેલ્ટરના નિર્માણ પર રોક લગાવી દીધી છે. તો આ વચ્ચે તામિલનાડુ સરકારે તુતીકોરિન હિંસાની તપાસ માટે રિટાયર્ડ જજ અરૂણા જગદીશનની નિમણૂંક કરી છે.
TamilNadu: A bus was set ablaze by protesters outside General Hospital in Tuticorin #SterliteProtest pic.twitter.com/kmX4tn9G3v
— ANI (@ANI) May 23, 2018
તુતીકોરિનમાં મંગળવારે પ્રદર્શનકારીઓ પર થયેલાં ફાયરિંગ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે.એક તરફ તામિલનાડુના મોટા નેતાઓ જેવાં કે સ્ટાલિન, વાઈકો, થિરૂમવાલન, માર્યા ગયેલા લોકોના પરિવારને મળી શકે છે.DMKએ 25 મેનાં રોજ 12 લોકોના મોતના વિરોધમાં ઓલ પાર્ટી પ્રોટેસ્ટનું એલાન કર્યું છે.તો અભિનેતામાંથી રાજકારણી બનેલા મક્કલ નિધિ મઈઅમના ચીફ કમલ હાસન તુતીકોરિન પહોંચ્યા હતા જ્યાં તેઓ હોસ્પિટલ પહોંચી ઘાયલ થયેલાં પ્રદર્શનકારીઓના ખબર અંતર પૂછ્યા હતા.
માર્યા ગયેલાં લોકોના પરિવારને મળી સાંત્વના આપી હતી.કમલહાસને કહ્યું કે, આપણે જાણવું જ જોઈએ કે આ ફાયરિંગના ઓર્ડર કોણે આપ્યાં હતા. આ માંગણી હું નથી કરી રહ્યો પરંતુ ભોગ બનનારના પરિવારના લોક કરી રહ્યાં છે. માત્ર નાણાંકિય સહાયની જાહેરાત કરવી તે કોઈ સમસ્યાનું સમાધાન નથી. હકિકતે આ ઈન્ડસ્ટ્રીઝને બંધ કરવી જોઈએ જે ત્યાંના લોકો માગ કરી રહ્યાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com