જી.ડી.એસ.ની યોગ્ય અને ન્યાયીક માંગણીઓ સંતોષવામાં નહી આવે ત્યાં સુધી હડતાલ ચાલુ
સેન્ટ્રલ હેડ કવાર્ટસ ન્યુ દિલ્હીના આદેશ અનુસાર રાજકોટ ડિવિઝનની ગ્રામીણ ડાક સેવાની અચોકકસ મુદતની હડતાલ શરૂ થઈ છે.
જેનો અભૂતપૂર્વક સહકાર મળી રહ્યો છે. જીડીએસની યોગ્ય અને ન્યાયીક માંગણીઓ જયાં સુધી સંતોષવામાં નહી આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. સાંજે ૬ કલાકે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે હડતાલના અનુસંધાને સુત્રોચ્ચારનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
ખાસ તો જીડીએસની મુખ્ય માંગણીમાં કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવો, કર્મચારીઓને કાયમી કરવા, કાયમી કર્મચારીઓને મળતી તમામ સવલતો જીડીએસ કર્મચારીઓને આપવી સહિતના અનેક પ્રશ્ને આજરોજ હડતાલ અનુસંધાને ૬ વાગ્યે સુત્રોચ્ચારનો કાર્યક્રમ રાખેલ હોય તમામ કર્મચારીઓને રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે હાજર રહેવા અનુરોધ કરાયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com