વાંકાનેર પંથકમાથી ખંડણી ચૂકવવા ધમકીભર્યા ફોન આવતા એલસીબીમા ફરિયાદ તપાસનો ધમધમાટ શરૂ
મોરબીમા રહેતા રાજયના માજી મંત્રી પાસે ખંડણી વસુલવા ધમકીભર્યા ફોન કરવાની ઘટના હજુ તાજી જ છે ત્યા મોરબીમા સીરામિક ટાઈલ્સનુ‘ એકસ્પોર્ટ કરતા વેપારીને મોબાઈલ ફોન પર હું અભયસિંહ બાપુ બોલુ છું રૂ.૫ લાખની ખંડણી ચૂકવી દે નહીંતર જોવા જેવી થશે તેવા વારંવાર ધમકીભર્યા ફોન આવતા અંતે ગઈકાલે મોરબી એલસીબી સમક્ષ ફરિયાદ નોંધાતા મોબાઈલ નંબરના આધારે વાંકાનેર પંથકના અભયસિંહ બાપુને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર શક્તિ ચેમ્બરમા ઈડન ઓવરર્સીસ નામની સિરામિક ટાઈલ્સ એકસ્પોર્ટની પેઢી ધરાવતા અમર જયંતિભાઈ માકાસણા (ઉ.૨૧) રહે. મોરબી રવાપર રોડ, નિર્મલ સ્કૂલની બાજુમા, શિવપાર્ક સોસાયટીવાળાને ગત તા.૧૪ના રોજ ૯૯૯૮૯ ૩૧૯૮૩ નંબરના મોબાઈલ ફોન પરી ફોન કોલ આવ્યો હતો અને હું અભયસિંહ બોલુ છું રૂ.૫ લાખ મોકલાવી દેજે જેથી ફરિયાદીએ જણાવેલ કે તમે કાઈ મારી પાસે માગો છો? જેથી ઉશ્કેરાઈ જઈ અભયસિંહ નામની વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, ‘બાપુ બોલે એટલે પૈસા મોકલી જ દેવાના, બાપુ ખંડણી માંગે છે, તારા ઘરની આખી ડિટેઈલ મારી પાસે છે, તારી પાસે ત્રણ દિવસનો ટાઈમ છે જો પૈસા નહીં મોકલે તો મજા નહીં આવે બાદમા આ જ દિવસે આ વ્યક્તિ દ્વારા અવાર નવાર ફોન આવ્યા હતા.
દરમિયાન ફરી તા.૧૫ના રોજ ફરિયાદી અમરભાઈના નાનાભાઈ દિવ્યેશભાઈના મોબાઈલ પર પણ આ જ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતુ કે, હું અમદાવાદ જેલમાથી અભયસિંહ બાપુ બોલુ છું, તારા ભાઈએ મારા ફોનને કેમ બ્લેક લીસ્ટમા મુકયો છે’ તેમ કહી ફરી પાછા રૂ.૫ લાખની ખંડણી માંગી હતી અને બન્ને ભાઈઓને ઉપાડી લેવા ફોન કર્યો હતો.
આ મામલે એકસ્પોર્ટર અમરભાઈ માકાસણાની ફરિયાદના આધારે હાલ મોરબી એલસીબીએ મોબાઈલ નંબર પરથી ખંડણી માગતા ધમકીભર્યા ફોન કરનાર અભયસિંહ બાપુને શોધવા ચક્રોગતિમાન કર્યા હોવાનુ જાણવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com