ફિલ્મ રેસ 3 નું શાનદાર ટ્રેલર 15મી મેના રોજ રીલીઝ થયું હતું અને તેના થોડા સમય બાદ 18મી મેએ આ ફિલ્મનુ પહેલુ સોંગ ‘હિરિયે’ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ સોંગ રીલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં ધૂમ મચી ગઈ હતી. થોડા સમયમાં જ આ સોંગને લખો લાઈક અને કમેંટ આવી હતી.
‘હિરિયે’ સોંગ માં સલમાન ખાને જે જૈકેટ પહેર્યું હતું તે જૈકેટની પાછડ જે ડિઝાઇન કરવામાં આવી હતી તે ડિઝાઇન સલમાન ખાને પોતાના હાથે તૈયાર કરી હતી અને સલમાન ખાન જૈકેટ પર જે ડિઝાઇન કરી હતી તેનો એક વિડીયો પણ વાઇરલ થયો હતો. સલમાન ખાન ખુદ પોતાના હાથેથી આ ડિઝાઇન બનાવતો નજર આવ્યો છે.
આ વિડીયો સલમાન ખાનના ડિઝાઇનર એશલે રિબેલો એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે રેમો ડિસુઝા દ્વારા બનાવેલી આ ફિલ્મ 15મી જૂને સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે હવે તે કેવી ધૂમ મચાવે છે. હાલમાં આ ફિલ્મનુ પ્રમોશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com