જાણીતા ફિલ્મ સુપરસ્ટાર ગોવિંદાએ આજે તેના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી પુજા અર્ચના કરી. ફિલ્મ સ્ટાર અને પૂવઁ સાસંદ ગોવીંદાએ પરીવાર સાથે સોમનાથ મહાદેવ મંદિરમા દૂધ, પંચામૃત અને પાણીથી અભિષેક કરી પૂજા અચઁના કરી ધન્યતા અનુભવી.
જાણો ગોવિંદાએ બૉલીવુડમાં ક્યારે પ્રવેશ કર્યો ?
મૂળ નામ ગોવિંદ આહુજા છે. 1986માં ‘ઈલ્ઝામ’ ફિલ્મ સાથે ગોવિંદાએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં પારિવારિક, ડ્રામા, કોમેડી, એક્શન, રોમેન્ટિક સહિત 165 ફિ્લ્મોમાં અભિનય કરી ચૂક્યો છે. એની અન્ય જાણીતી ફિલ્મોમાં હત્યા, પ્યાર મોહબ્બત, જંગ બાઝ, ગૈર કાનૂની, ફર્ઝ કી જંગ, સ્વર્ગ, હમ, શોલા ઔર શબનમ, આંખે, અંદાઝ અપના અપના, હસીના માન જાયેગી, રાજા બાબુ, કૂલી નંબર 1, સાજન ચલે સસુરાલ, હીરો નંબર 1, દુલ્હે રાજા, બડે મિયાં છોટે મિયાં, અનાડી નંબર 1, હદ કર દી આપને, જોડી નંબર 1, રાજા ભૈયા, પાર્ટનર વગેરે. છેલ્લે એ 2014માં હેપ્પી એન્ડિંગમાં દેખાયો હતો. દર્શકોએ ગોવિંદાને કોમેડી ભૂમિકાઓમાં વધારે પસંદ કર્યો છે. હસીના માન જાયેગી ફિલ્મ માટે બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. સારો ડાન્સર પણ છે. એણે 2004માં કોંગ્રેસની ટિકિટ પરથી ઉત્તર મુંબઈમાં લોકસભાની ચૂંટણી લડી હતી અને ભાજપના રામ નાઈકને પરાજય આપ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com