સિવિલ હોસ્પિટલ કમ્પાઉનમાં આવેલી મેડિકલ કોલેજમાં પીજીવીસીએલ દ્વારા રિપેરીંગ કરવાનું હોવાથી આખા હોસ્પિટલની અડધો કલાક માટે વીજ પુરવઠો બંધ કરવો પડયો હતો. હોસ્પિટલમાં લાઇટ જતા જનરેટર ચાલુ કરવામાં આવ્યું હતુ પરંતુ લોડ વધવાના કારણે જનરેટર પણ બંધ થતા દર્દીઓ કફોડી સ્થિતી થઇ હતી.
એકસે વિભાગમાં બંધ થતા એક્સરે માટે દર્દીઓની લાંબી લાઇન થઇ ગઇ હતી તો દર્દીઓ ગરમીથી બચવા બહાર આવી ગયા હતા. બન્સ વિભાગમાં એસી બંધ થતાં દાઝેલા દર્દીઓ માટે મોટી મુશ્કેલી સર્જાય હતી. પ્રસ્તૃત તસવીરમાં એકસરે વિભાગ પાસે લાગેલી લાંબી લાઇન અને હોસ્પિટલ બહાર બેઠેલા દર્દીઓ નજરે પડે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com