૨૦ વર્ષ પહેલાં મલેશિયામાં દેખાયો હતો રોગ: વાયરસની હજુ કોઈ જ વેકસીન શોધાઈ નથી.
કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસના કારણે ૧૬ લોકોના મોત યા છે. આ આંકડો સનિક મીડિયાએ આપ્યો છે. મૃતકોમાં એક જ પરિવારના ચાર લોકો અને ઈલાજની કામગીરીમાં સક્રિય એક નર્સ પણ સામેલ છે. જોકે, રાજ્યના આરોગ્ય મંત્રી કેકે શૈલજાએ હજુ માત્ર ત્રણ મોતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન પુના વાયરોલોજી સંસએ લોહીના ત્રણ નમૂનામાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરી છે. કેરળ સરકારની દરખાસ્તને ધ્યાનમાં લઈ એનસીડીસીની ટીમ કેરળ પહોંચી છે.
રાજ્ય સરકારની દરખાસ્ત પર કેન્દ્રી નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની ટીમ કેરળમાં નિપાહ વાયરસ પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ સંબંધે એક કમિટી ગઠિત કરી છે. જે બીમારી કઈ રીતે થાય છે તેના ડેટા મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત વાયરસની ઝપેટમાં વધુ લોકો ન આવે તે અંગેના ઉપાયો પણ કરવામાં આવી રહ્યાં છે.ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ નિપાહ વાયરસ ચામાચીડીયામાંથી ફળમાં અને ફળોમાંી મનુષ્ય તેમજ જાનવરોમાં આક્રમણ કરે છે.
૧૯૯૮માં પહેલી વખત મલેશિયાના કાંપુંગ સુંગઇ નિપાહમાં આ અંગેના કેસ સામે આવ્યાં હતા. અને તેથી જ તેને નિપાહ વાયરસ નામ આપવામાં આવ્યું છે. આ વાયરસી પ્રભાવિત શખ્સને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે જે બાદ મગજમાં જલન અનુભવાય છે. યોગ્ય સમયે જો સારવાર ન મળે તો મોત પણ ઈ શકે છે. આ વાયરસની હજુ સુધી કોઈ જ વેક્સીન ની. આનાી પ્રભાવિત શખ્સને આઈસીયૂમાં રાખીને ઈલાજ કરાવવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com