શિવાંગીને વડાપ્રધાન મોદીએ ટવીટ કરી શુભકામના પાઠવી
કહેવાય છે કે ‘હોંસલા બુલંદ હો તો મંઝીલે અપને આપ ખૂલ જાતી હૈ’ જે શિવાંગી પાઠકે સાબિત કરી બતાવ્યું છે. ૧૬ વર્ષિય ટબુડીએ હરિયાણાના હિસરની શિવાંગી માઉન્ટ એવરેસ્ટ સર કરી ઈતિહાસ રચ્યો છે. તેની ટીમ સહિત શિવાંગી નેપાળની રાજધાની કાઠમાંડુ તરફથી માઉન્ટ એવરેસ્ટ ચડવાની શરૂ આત કરી તેણે ૬ઠી એપ્રીલે કેમ્પમાં હિસ્સો લીધો હતો.
પાઠક જણાવે છેકે મારૂ બાળપણનું સપનું પૂર્ણ થયું છે. હું દુનિયાના તમામ ખુબસુરત શિખરોને સર કરવા માંગુ છું. આ અંગે વડાપ્રધાન મોદીએ પાઠકને ટવીટ કરી શુભકામના પાઠવી હતી. પાઠક ૨ મહિના બાદ ૧૭મા વર્ષમાં પ્રવેશી રહી છે. તેણે જવાહર ઈન્સ્ટીટયુટ ઓફ માઉન્ટ એડવાન્સમાંથી કોર્ષ કર્યો હતો. તે કાશ્મીરની વિવિધ ટ્રેનીંગમાં પણ ભાગ લઈ ચૂકી છે.
પાઠકના ટ્રેનર કહે છેકે જયારે તેણે માઉન્ટ ચડવાની શરૂઆત કરી ત્યારેજ તેનો આત્મવિશ્વાસ સાથે રહ્યો હતો. માટેતે સફળ રહી હતી. વડાપ્રધાને કલીન ગંગા કલીન હિમાલયના કેમ્પેઈનમાં ભાગ લેનારા બીએસએનાં ગ્રુપને સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા ખુશી વ્યકત કરી હતી. દુરદર્શનના આધારે ચઢવેયાઓ શિખર પરથી કચરો દૂર કરશે. નેપાળ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે નેપાળ તરફથી એવરેસ્ટ સર કરવાની પરવાનગી આપી હતી, આ વર્ષે ૩૪૬ લોકોને પરમીશન અપાઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com