રૂપિયા કે પ્રોપર્ટી નહિ પણ સાચી ખુશી આપે છે દોસ્તો.આ પંક્તિ દ્વારકા ના વિદ્યા વિહાર હાઇસ્કુલ ના ભૂતપૂર્વ વિધાર્થીઓ આયોજિત મિત્રોત્સવ નાં અનોખા કાર્યક્રમ માં અક્ષ્રરસ સાચી પડી..
દ્વારકા ની વિદ્યા વિહાર શાળાના વેકેશનમાં અનેક વિધાર્થીઓ ના સંભારણા સમાન કાર્યક્રમ યોજાઇ ગયો. 700 જેટલા અલગ અલગ બેન્ચ ના ભૂતપૂર્વ વિધાર્થીઓ આજે પોતાની શાળા ના સમય ના સંસ્મરણો ને ફરી વાગોળ્યા, રેકડીવારા થી માંડી ને ડોકટર,એન્જીનીયર, વેપારી, અધિકારીઓ બની ગયેલા વિદ્યાર્થીઓ દૂર દૂર થી પોતાના પરિવાર બાળકો સાથે ફરી પોતાની શાળા માં આવ્યા અને શાળા ના પાયા નાં પત્થરો થી લઇ ને શિક્ષકો નું સન્માન કરી તેમના આશીર્વાદ લીધા.
નાનપણ માં કરેલ પ્રાર્થના, નાસ્તાઓ, ભોજન, નાની રિશેશ, મોટી રીશેશ બાળકો બની ને ફરી માણી.ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આજે દ્વારકાધિશ ના દર્શન સાથે નિવૃત્ત શિક્ષક અને અબ્દુલ કલામ સાથે જેમની સરખામણી કરવામાં આવે છે. તેવા શિક્ષક શ્રીઆદમાણી સાહેબ નો જન્મ દિવસ એક મહિનો પહેલાં ધામ ધુમ થી કેક કાપી અને રેખાચિત્ર ભેટ કરી ઉજવ્યો. સંસ્કૃત વિષય ના આ આડમાણી શિક્ષક વર્ષો થી નિવૃત્ત થઈ ગયા બાદ દર મહિને હજુ આ સ્કુલ માં આવી બાળકો ને મળે છે.
]અને જેઓ જેના માટે પ્રખ્યાત છે તે બોલપેન, કંપાસ જેવી ગિફ્ટ આજે પણ બાળકો ને આપવાનો સિલ સિલો ચાલુ રાખનાર આદમણી સર મુસ્લિમ હોવા છતાં સંસ્કૃત સહિત પાંચેક વિષય માં પીએચડી કરેલ છે. અને અપરણિત રહી આજે પણ બાળકો ના પ્રેમી બની શાળા માં આવી પોતાની નિવૃત્તિ ને પ્રવૃત્તિ મય રાખનાર દરેક વિદ્યાર્થી ના પ્રિય શિક્ષક ને મળી દરેક વિદ્યાર્થી ઓ ભાવ વિભોર થઇ મિત્રોત્સવ ની ઉજવણી કરી હતી.
]બે દિવસીય કાર્યક્રમમાં ડીજે ના સંગાથે દાંડિયારાસ, ગરબા, મીમીક્રી,ભાંગડા થી લઇને મ્યુઝીક ચેર થી લઇ સ્ટેજ પ્રોગ્રામ સુધી ના કાર્યક્રમો સાથે સ્કુલના સંસ્મરણો ને યાદ કરી પોતાના પરિવાર તથા બાળકો ને પોતાની સ્કુલ બતાવી હતી. અને પોતાના સ્કુલ ટાઇમમાં શું શું કરતા, આમ કરતા,તેમ કરતા, આવા શબ્દો સાંભળવા મળ્યા હતા. ત્યારે ભૂત પૂર્વ વિદ્યાર્થીઓ ના બાળકો એ પણ પોતાના માતા પિતા ને એક વિદ્યાર્થી તરીકે જોવાનો લ્હાવો લઈ મોબાઇલ માં તસવીરો કેદ કરી હતી.
આવા મસ્તીખોર વાતાવરણ માં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ નાના બાળકો બની ખુબ મસ્તી કરી ધમાલ મચાવી હતી.અને ભારે મન સાથે વિદાય લીધી હતી.
આ પહેલા પણ 2013 માં પ્રથમ વખત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ મીત્રોત્સવ ઉજવ્યો હતો. જેની પ્રેરણા લઇ આજ ફરી એકવખત મીત્રોત્સવ ઉજવાયો હતો. અને આવતી 2021 માં વિધા વિહાર શાળાને પચાસ વર્ષ પુરા થતા તેની ઉજવણી કરવામાં આવશે.તેવુ વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com