હેઠળ દબાયેલી બેંકોને આંશિક રાહત શેભૂષણ સ્ટીલની ડીલ બાદ એનપીએ કેસોના નિકાલ મામલે આરબીઆઈને આશા બંધાઈ
૧૨ જેટલી એનપીએ કંપનીઓ સામેના કેસોનો નિકાલ તાં બેંકોને ૧ લાખ કરોડ રૂપિયા જેટલી રકમ મળશે તેવી આશા નાણા મંત્રાલય સેવી રહ્યું છે. ગત અઠવાડિયે ભુષણ સ્ટીલની સંધી બાદ નાણા મંત્રાલય આવી રીતે અન્ય કંપનીઓના નાણા પણ વસુલી શકાશે તેવો તખ્તો ઘડી રહ્યું છે.
તાજેતરમાં ટાટા ગ્રુપે દેવામાં ડુબેલી ભુષણ સ્ટીલ લીમીટેડનો ૭૨.૬૫ ટકા હિસ્સો રૂપિયા ૩૬૦૦૦ કરોડમાં ખરીદ્યો હતો. આ તોતીંગ ડીલ બાદ હવે અન્ય કંપનીઓનો એનપીએ બોજ હળવો કરવા તૈયારી થઈ રહી છે. નાણા મંત્રાલયના અધિકારીના જણાવ્યાનુસાર ૧૧ એનપીએ કેસોનો નિકાલ કરી બેંકો પાસે સરળતાી ૧ લાખ કરોડ રૂપિયા આવી જશે. પરિણામે ર્અતંત્રમાં રોકડની તરલતા વધશે અને બેંકોની તબીયત સુધરશે.
બેંકરપ્સી કોડ અનુસાર એનપીએની રકમમાં પણ ઘટાડો થશે. જેના કી નાણા પ્રાપ્ત થવાથી બેંકો પરનો બોજ હળવો થશે. ગયા વર્ષે જૂન મહિનામાં આરબીઆઈની આંતરીક સલાહકાર સમીતીએ ૧૨ ખાતાઓની ઓળખ કરી હતી જેના પર ૫ હજાર કરોડી વધુ રૂપિયાનું દેવું છે. બેંકોના કુલ એનપીઓમાં આવા ખાતા ધારકોની ભાગીદારી ૨૫ ટકાની આસપાસ છે. આરબીઆઈએ જાહેર કરેલી યાદી અનુસાર ભુષણ સ્ટીલ લીમીટેડ, ભુષણ પાવર એન્ડ સ્ટીલ લીમીટેડ, જે.પી.ઈન્ફાટ્રેક લીમીટેડ, લઈકો ઈન્ફાટ્રેક, મોનેટ એનર્જી લીમીટેડ, જયોતિ સ્ટ્રકચર લીમીટેડ સહિતની કંપનીનો સમાવેશ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com