મોટા ભાગે પિત્તાશયમાં કોલેસ્ટરોલની પરી થાય છે જે કિડનીની પથરી કરતાં ઘણી જુદી હોય છે. કિડનીની પરીને દૂર કરીએ તો કિડની વ્યવસ્તિ કામ કરવા લાગે છે, પરંતુ પિત્તાશયની પથરીનો ર્અ એ છે કે પિત્તાશય બરાબર કામ કરી શકે એમ ની. આ રોગની કોઈ દવા નથી એટલે સર્જરી વડે સમગ્ર પિત્તાશયને જ શરીરી અલગ કરવામાં આવે છે
કોઈ કહે કે મને પથરી થઈ છે તો મોટા ભાગે એ કિડનીમાં થયેલી પથરીની જ વાત કરતા હોય છે એમ સમજી શકાય છે. લોકોને કિડનીમાં થતી પથરી વિશે ઘણી માહિતી રહે છે, કારણ કે એ સામાન્ય રોગ છે જે ઘણા લોકોને થાય છે. પરંતુ શરીરમાં પરી એક બીજા અંગમાં પણ થઈ શકે છે જે આપણું પિત્તાશય છે જેને અંગ્રજીમાં ગોલ-બ્લેડર કહેવામાં આવે છે. કિડનીમાં થતી પરી અને પિત્તાશયમાં થતી પથરીમાં સમાનતા ફક્ત એક જ છે કે બન્નેને પરી કહેવામાં આવે છે. આ સિવાય બન્ને રોગ ઘણા જ જુદા છે, જુદાં કારણોસર થાય છે અને એનો ઇલાજ પણ સંપૂર્ણપણે જુદો હોય છે. આ સમસ્યા શું છે એ વિશે આજે વિસ્તારમાં જાણીએ.
પિત્તાશય પાચનતંત્રમાં કાર્યરત એક મહત્વનું અંગ છે જે પિત્તનું નિર્માણ કરે છે. આમ તો પિત્તરસ, જે ખોરાકના પાચનનું કામ કરે છે એ રસ બનાવવાનું કામ લિવર કરે છે. આ લિવરની નીચે એક નાનકડું પિત્તાશય આવેલું હોય છે જેમાં એ પિત્તરસ જઈને એકદમ જેલી જેવું બની જાય છે જેને પિત્તનું કોન્સન્ટ્રેટેડ ફોર્મ પણ કહે છે. પિત્તાશયની અંદર આ પિત્તરસ જમા થાય છે. જ્યારે જઠરમાંથી વલોવાઈને ખોરાક નાના આંતરડામાં આવે છે ત્યારે પિત્તાશયમાં જમા યેલું પિત્ત નાના આંતરડામાં જાય છે. સામાન્ય ખોરાકની સો સો ખાસ ફેટ્સનું પાચન કરવામાં એનો ઉપયોગ થાય છે. આમ પિત્તાશય છે નાનું, પરંતુ એનું કામ પાચનપ્રક્રિયામાં મહત્વનું છે. પિત્તરસ કોલેસ્ટરોલ, બિલિરુબિન અને પિત્તના જુદા-જુદા સોલ્ટ જેવા અલગ-અલગ પર્દાોનું મિશ્રણ છે. જ્યારે આ પિત્તના નિશ્ચિત પર્દાોમાં વધ-ઘટ થાય, પિત્તનો વપરાશ બરાબર ન થાય ત્યારે પિત્તાશયમાં પરી બનવાનું શરૂ થાય છે.
પ્રકાર
પિત્તાશયમાં બનતી પરી બે પ્રકારની હોય છે. એના વિશે વાત કરતાં ફોર્ટિસ હોસ્પિટલ, વાશી અને ગ્લોબલ હોસ્પિટલ, પરેલના સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ તા રોબોટિક સર્જન ડોકટર કહે છે, પિત્તાશયમાં બનતી મોટા ભાગની પરી કોલેસ્ટરોલની પરી હોય છે. લગભગ ૮૦ ટકા દરદીઓમાં પિત્તાશયની જે પરી જોવા મળે છે એ હોય છે કોલેસ્ટરોલની પરી અને બાકીના વીસ ટકા લોકોમાં જોવા મળતી પરી એટલે પિગમન્ટની પરી. કોલેસ્ટરોલની પથીરી પીળા-લીલા રંગની હોય છે, જ્યારે પિગમન્ટની પથરી નાની અને ઘેરા રંગની હોય છે. બીજું એ કે કોલેસ્ટરોલની પરી ૧૮ વર્ષથી લઈને ૭૦ વર્ષ સુધીની વ્યક્તિમાં જોવા મળે છે, જ્યારે પિગમન્ટની પરી મોટા ભાગે પાંચી ૧૫ વર્ષનાં બાળકોમાં જ જોવા મળે છે જે બિલિરુબિનની બનેલી હોય છે.
લક્ષણો
પિત્તાશયની પથરીમાં આમ જોઈએ તો ખાસ લક્ષણો હતાં જ નથી એટલે એને સાઇલન્ટ પરી પણ કહેવામાં આવે છે. મોટા ભાગના દરદીઓમાં કોઈ બીજી બીમારી માટે તા એક્ઝામિનેશન દરમ્યાન જ આ પરી દેખાય છે અને એનું નિદાન થાય છે. જે લક્ષણો દેખાય છે એ વિશે વાત કરતાં ડોકટર કહે છે, શરૂ આતમાં વ્યક્તિને બ્લોટિંગ થાય, સોજા જેવું લાગે, અપચો, ગેસ, ઍસિડિટી જેવી તકલીફ રહે, છાતીમાં બળતરા થાય. આ સામાન્ય લક્ષણો કોઈ પણ વ્યક્તિને હોઈ શકે છે એટલે આ લક્ષણો પરી વ્યક્તિને પિત્તાશયમાં પરી છે એવી કલ્પના કરી ન શકાય. જ્યારે આ પથરીની તકલીફ વધી જાય ત્યારે પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય, કમરમાં દુખાવો થાય અને આ દુખાવો એવો હોય જે કલાકો સુધી રહે. ક્યારેક ઊલટી પણ થઈ શકે.
ટેસ્ટ અને નિદાન
કોઈ પણ પ્રકારનાં ચિહ્નો દેખાય ત્યારે બ્લડ-ટેસ્ટ જેમાં ખાસ કરીને લિવર ફંક્શન ટેસ્ટ અને પેટની સોનોગ્રાફી કરાવામાં આવે છે જેના દ્વારા જાણી શકાય કે વ્યક્તિને પિત્તાશયની પરી છે કે નહીં અને સો-સો એ પરીની અવસ શું છે. જ્યારે આ પરીનું નિદાન થાય ત્યારે લોકો માની બેસે છે કે કિડનીની પરીની જેમ સમય જતાં આ પરી પણ નાની થઈ જશે. આ બાબતે સ્પક્ટતા કરતાં ડોકટર કહે છે, હકીકત એ છે કે પિત્તાશયની પરી એક વાર થઈ પછી કોઈ પણ કારણોસર એની સાઇઝ ઘટતી નથી. ઊલટો એનો વ્યાપ વધતો જ જાય છે.
ઇલાજ
કિડનીની પથરીમાં એ પરીને હટાવવી પડે છે અને એ થઈ ગયા બાદ કિડની વ્યવસ્થિત કામ કરતી થઈ જાય છે, પરંતુ પિત્તાશયમાં થતી પરી સૂચવે છે કે પિત્તાશય હવે ખરાબ થઈ ગયું છે અને એ બરાબર કામ કરી શકતું નથી એટલે પરીને હટાવવાી ફાયદો થવાનો નથી; પણ સંપૂર્ણ પિત્તાશયને જ હટાવવું જરૂરી બને છે એમ સમજાવતાં ડોકટર કહે છે, પિત્તાશય એક વખત ખરાબ થયું, એમાં સ્ટોન બન્યો એનો ર્અથ એ થયો કે હવે સર્જરી કરવી જ પડશે. આ રોગની કોઈ દવા નથી. કોઈ પણ પ્રકારની દવા પિત્તાશયની પરીને હટાવી શકતી નથી. એના માટે લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવે છે જેમાં દૂરબીન અંદર દાખલ કરીને સર્જરી થાય છે અને ઍડ્વાન્સ સર્જરીમાં આજકાલ રોબોટિક સર્જરી પણ થઈ શકે છે. ખાસ કરીને અમુક ગંભીર કેસમાં એનો વપરાશ કરવામાં આવે છે. ઇલાજ પછી એકી દોઢ મહિનાની અંદર પિત્તાશયનું કામ લિવર પોતે સંભાળી લે છે. આપણા શરીરમાં કુદરતી રીતે એ રચના ઈ છે કે એક અંગ બરાબર કામ ન કરી શકે ત્યારે બીજું અંગ એની જવાબદારી ઉઠાવી લે છે.
(કાલે આપણે જોઈશું કે આ રોગ કોને ઈ શકે છે અને એની પાછળનાં કારણો કયાં-કયાં છે.)
ઇલાજની જરૂર
ઘણા લોકોને કોઈ ખાસ લક્ષણો દેખાતાં ન હોય ત્યારે તે સમજે છે કે ઇલાજ ન કરાવીએ તો પણ કઈ ફરક પડવાનો નથી, કારણ કે મને દુખતું તો નથી; ગેસ કે ઍસિડિટી જ થાય છે તો એ ચાલશે. પરંતુ આ નિર્ણય તદ્દન ખોટો છે. એ વાત સ્પક્ટ કરતાં ડોકટર કહે છે, જો પિત્તાશયની પરીનો ઇલાજ ન કરાવીએ તો તકલીફ વધતી જ જાય અને એને કારણે પિત્તાશયમાં ઇન્ફેક્શન થઈ શકે છે. ઇન્ફેક્શન વધે એટલે એમાં પસ થઈ જાય અને એ ઇન્ફેક્શન પિત્તાશયની પાસે આવેલા સ્વાદુપિંડમાં ફેલાય, જેને કારણે સ્વાદુપિંડમાં સોજો આવી શકે છે. આ એક ઇમર્જન્સીની પરિસ્થિતિ છે, જેમાં વ્યક્તિને તાત્કાલિક એટલે કે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થવું પડે છે. ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે ઉંમર નાની છે તો હમણાં ઇલાજ ની કરાવતા. પરંતુ પિત્તાશયની પરીને ઉંમર સાથે કંઈ લેવાદેવા નથી.
કોઈ પણ ઉંમરમાં જ્યારે ખબર પડે એ સો જ તાત્કાલિક એનો ઇલાજ અનિવાર્ય છે. એને ટાળવાથી બીજી સમસ્યાઓ આવી જાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com