પાંચ વર્ષની માસુમને કામાંધ શખ્સ ઘરે લઇ જઇ હેવાનિત આચરી લતાવાસીઓએ વૃધ્ધને લમધારી પોલીસ હવાલે કર્યો.

શહેરમાં માસુમ બાળકીની જાતિય સમામણીની ઘટના રોજીંદી બની ગઇ હોય તેમ કોઠારિયા સોલવન્ટ પાસે માત્ર પાંચ વર્ષની માસુમ બાળકી પર પરપ્રાંતિય વૃધ્ધે બળાત્કાર ગુજાર્યાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. રોષે ભરાયેલા લતાવાસીઓએ કામાંધ વૃધ્ધની શાન ઠેકાણે લાવી પોલીસ હવાલે કર્યો છે.

દાદાની ઉમરના વૃધ્ધે ફુલ જેવી બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની ઘટનાની પિડીતાની માતાને જાણ થતા હેવાન બનેલા વૃધ્ધને ઠપકો દેતા લતાવાસીઓ એકઠા થઇ ગયા હતા.

વૃધ્ધ લાજવાના બદલે ગાજતો હોવાથી રોષે ભરાયેલા લતાવાસીઓએ વૃધ્ધને લમધાર્યા બાદ પ્રથમ આજી ડેમ પોલીસ મથકે લઇ ગયા હતા ત્યાંથી પોલીસે મહિલા પોલીસ હવાલે મોકતા મહિલા પોલીસ મથકના પી.આઇ. પી.બી.સાપરા સહિતના સ્ટાફે કોઠારિયા સોલવન્ટ પાસે રહેતા મુળ ઉતરપ્રદેશન સુદામા ચૌધરી નામના વૃધ્ધ સામે પોકસો અને બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી હતીમાસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યાની ઘટના પર મહિલા પોલીસ મથકનો સ્ટાફ ઢાંકપીછોડો કરવા ગુનો નોંધવાનું ટાળતા મોટી સંખ્યામાં લતાવાસીઓ મહિલા પોલીસ મથકે એકઠા થઇ ગયા હતા અને ઉગ્ર રજૂઆતના અંતે સુદામા ચૌધરી સામે ગુનો નોંધ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.