મોરબીમાં રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ અને કરોડોના કિંમતી બંગલાનું વેલ્યુએશન કરાયું
એસીબીના છટકામાં ફસાયેલા અને લાખોની રોકડ સાથે ઝડપાયેલા જમીન વિકાસ નિગમના એમડી દેત્રોજા મોરબીમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ધરાવતો હોવાનું બહાર આવતા એસીબીની ટીમ મોરબી દોડી આવી હતી અને લાચિયા એમડીની મિલકતોનું વેલ્યુએશન શરૂ કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ જમીન વિકાસ નિગમમાં એસીબીએ દરોડા પાડ્યા બાદ મેનેજીંગ ડાયરેકટર દેત્રોજાની આવકથી વધુ સંપત્તિના મામલે તપાસ શરૂ કરી છે. જેના અનુસંધાને મોરબીમાં આવેલી તેની મિલ્કતો અંગે એસીબી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, દેત્રોજાની મોરબીમાં કરોડોની મિલ્કતો આવેલી છે.
વધુમાં મોરબી જમીન વિકાસ નિગમના એમ.ડી. દેત્રોજા મોરબી ખાતે અલગ અલગ ત્રણ જેટલી મિલકતો નું વેલ્યુએશન ચાલુ છે જેમાં મોરબીમાં આવેલ સુગર એન્ડ સ્પાઈસીસ રેસ્ટોરન્ટ, ફ્લોરા હાઉસમાં આવેલ બંગલો અને નવા ગામ નજીક લખધીર નગર ખાતે ના ફાર્મ હાઉસની મિલકત આ લાચિયાની હોય એસીબી દ્વારા વેલ્યુએશન શરૂ કરવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com