વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાના શિક્ષણ સાથે રોજગારીની તકો ઉભી થાય: શિક્ષણ પઘ્ધતિ લાગુ કરવા સુચન
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજયની તમામ યુનિવર્સિટીઓને નોટિસ જાહેર કરી છે. એક મહિનાની અંદર રાજય સરકારને વિગતવાર પાંચ વર્ષનો વિકાસ માર્ગ નકશો તૈયાર કરવાનો રાજય સરકારે આદેશ આપ્યો છે. રાજય સરકાર યુનિવર્સિટીઓની કામકાજની શૈલીનું નિયમન કરવા માંગે છે. રાજય સરકારે યુનિવર્સિટીઓને તાકીદ કરી છે કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ સાથો સાથ રોજગારી મળે તેવા માપદંડ સાથે રેન્ક નકકી કરે.
ઉચ્ચ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, રાજયમાં યુનિવર્સિટીઓના પાંચ વર્ષનો વિકાસ નકશો રજુ કરવાની સુચના આપી છે. અમોએ યુનિવર્સિટીઓને વર્ષવાર યોજનાઓ માટે શિક્ષણની ગુણવતા સુધારવા, નવા અભ્યાસક્રમો રજુ કરવા, માળખામાં સુધારો કરવા અને માનવશકિતની ગુણવતા સુધારવા તેમજ વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તેવી યોજના બનાવવા તાકીદ કરી છે.
સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (યુજીસી) દ્વારા ૨૫ થી ૩૦ માપદંડના આધારે રેન્ક મેળવવા સુચના કરાઈ છે. આ યોજના દ્વારા સરકાર ઉચ્ચ શિક્ષણને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે પ્રયાસો કરી રહી છે તે માટે રાજય સરકારે યુનિવર્સિટીઓને તાકીદ કરી છે. રાજય સરકારે યુજીસી અને ભારત સરકાર દ્વારા નકકી કરવામાં આવેલા નવા ધારા-ધોરણોને ધ્યાનમાં લઈ ઉધોગસાહસિકતા શિક્ષણ પુરુ પાડવાનો પ્રયાસ કરી રહી છે. જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને સારી રોજગારી મળી રહે તે દિશા પર સરકાર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારની આ યોજના વિશ્વ વિદ્યાલયોના દ્રષ્ટિકોણ સાથે જોડાયેલી છે. કેમ કે અત્યાર સુધી યુનિવર્સિટીઓ દ્વારા કોઈ વ્યવસાયિક અભિગમ નથી. જોકે આ સંયુકત અભિગમ છે. જેથી અમારી યુનિવર્સિટી રેન્કમાં સુધારો કરી શકે તેમ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com