મોરબીની રવાપર ચોકડી પાસે ૮ શખ્સોએ મંડળી રચીને પિતા પુત્રને ઢીકા પાટુનો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની રવાપર ચોકડી પાસે જીવણભાઈ ઉર્ફે હકાભાઈ ખીમાભાઈ કુંભરવાડિયા ઉ.વ.૫૧ અને તેના પુત્ર દેવ ઉપર જયદીપ ઉર્ફે ભોલિયો દેવદાનભાઈ ડાંગર, આકાશ ઉર્ફે વાદી પટેલ, વિશાલ દેવદાનભાઈ ડાંગર, દેવદાનભાઈ ડાંગર તેમજ ૪ અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ સંદર્ભે જીવણભાઈએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com