વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની પ્રોસેસીંગ ક્ષમતા ૬૦૦ ટન: રોજ ૭.૫ મેગાવોટ એનર્જી ઉત્પન્ન થશે
સીંગાપોરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લઈ પરત ફરતા મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘન કચરાના નિકાલ માટે ગુજેરાત સરકારશ્રીની વેસ્ટ ટુ એનર્જી પોલીસી-૨૦૧૬ અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે એબેલોન ક્લિન એનર્જી પ્રા.લિ. તા કેપેલ સેગર્સના જોઇન્ટ વેન્ચરી સિંગાપોર ખાતે ચાલતા “વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી તા અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ અંગે માહિત આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ જણાવે છે કે, આ કામની એજન્સીપનો ચાલુ કામગીરીવાળો સિંગાપોર ખાતે કાર્યરત્ત “વેસ્ટ ટુ એનર્જી માટેના વર્લ્ડ ક્લાસ પ્લાન્ટની મુલાકાત લઇ તેની વિવિધ ટેકનિકલ અને અન્ય મહત્વપૂર્ણ બાબતોનો અભ્યાસ કર્યો હતો.
મહાનગરપાલિકાના પ્રતિનિધિ મંડળમાં સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભૂતપૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ, સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુક્લ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી કમિશનર શ્રી ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર એન.આર.પરમાર તા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વુવ સેલના ડેપ્યુટી એન્જિનિયર અંબેશ દવે જોડાયા હતાં.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું છે કે, એબેલોન કિલન એનર્જી લિ. સો જોઇન્ટ વેન્ચરી જોડાયેલ “કેપલ સેગર્સ એન્જીનીયરીંગ સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડના નામી કાર્યરત એજન્સી બેલ્જિયમ બેઇઝ કંપની છે જે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આગવી કામગીરીઓ કરતી એજન્સી છે. જે એજન્સી દ્વારા સોલિડવેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે પણ દુનિયાના આગવા દરજ્જે કામગરી કરી રહેલ છે.
તેઓનો આ વર્લ્ડ ક્લાસ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે અને તેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો સમન્વય યેલો છે. જે ઘન કચરાનું માસ ઇન્સીનરેશન કરી, ઘન કચરાનો નિકાલ કરે છે. તેની મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, વિશ્વભરમાં તેના ૧૦૦ી વધુ પ્લાન્ટ કાર્યરત્ત છે. માત્ર એટલું જ નહી, યુરોપિયન ક્ધટ્રીઝ, ભારત અને વિશ્વના અન્ય રાષ્ટ્રોના કાર્બન એમિશન અંગેના નોર્મ્સને પણ આ પ્લાન્ટ અનુસરી રહયો છે. જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણની દ્રષ્ટિએ આ બાબત ખુબ જ અગત્યની બની જાય છે.
એજન્સી દ્વારા સ્ળ મુલાકાત માટે ખુબ સહયોગ પૂર્ણ વાતાવરણમાં પ્લાન્ટની કામગીરીનું નિર્દશન કરાવવામાં આવેલ. સૌ પ્રમ એજન્સી દ્વારા ટેકનિકલ કામગીરીનું તા પ્લાન્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલ. ત્યારબાદ પ્લાન્ટ ખાતે કરવામાં આવેલ કામગીરીનું પણ નિરિક્ષણ કરવામાં આવેલ. મુખ્યત્વે આ કામગીરીમાં શહેરમાંથી એકઠો કરેલ કચરાને પ્લાન્ટ ખાતે લાવી, તેમાંથી ભેજ ઉડે તેવી પ્રક્રિયા કરી, આવા કચરાને બોઈલરમાં બાળવામાં આવે છે.
જેમાંથી ગેસનું ઉત્પાદન થાય છે. આવા ગેસમાંથી જે ઝેરી ગેસ હોય તેનું વૈજ્ઞાનિક પધ્ધતિી નિકાલ કરી, ટર્બાઈન મારફત વીજ શક્તિમાં રૂપાંતર કરવામાં આવે છે. જે ઉત્પાદન યેલ વીજળીને સરકારની ગ્રીડમાં ઉપયોગ ર્એ સપ્લાય કરવામાં આવે છે.
તેઓએ વધુમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટમાં પણ ઘન કચરાના નિકાલ માટે નાકરાવાડી ખાતે આવેલ લેન્ડતફીલ સાઇટ પર આવો વર્લ્ડ ક્લાસ કહી શકાય એવો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ઉભો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. આ પ્રોજેક્ટ માટે હવે ગુજરાત સરકારને “વાયેબીલીટી ગેપ ફંડિંગ બાબતમાં સરકાર તરફી ર્આકિ સહયોગ મેળવીને આ પ્લાન્ટ માટેની મહાનગરપાલિકાની પ્રક્રિયા વધુ આસાન બને તેવી આશા વ્યાકત કરેલ છે.
સિંગાપોર સ્તિ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ૮૦૦ ટન પ્રતિ દિન વેસ્ટ પ્રોસેસીંગની ક્ષમતા ધરાવે છે. જયારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચીત પ્લા ન્ટલ ૬૦૦ ટન પ્રતિ દિન વેસ્ટ પ્રોસેસીંગની ક્ષમતા બનાવવામાં આવશે.જેમાં રોજ ૧૦૦ ટન જુના કચરાનો ઉપયોગ કરવામાં આવશે,જેથી જુનો જમા યેલ કચરાનો પણ નિકાલ કરવામાં આવશે.
આ પ્લાન્ટની પ્રોસેસમાં મિક્સ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. જેને વેસ્ટ ટુ એનર્જી પ્લાાન્ટટમાં માસ ઇન્સી નરેશન પ્રોસેસ કરી નિકાલ કરવામાં આવતો હોય, આ પ્લાન્ટ્ રોજ ચોવીસે કલાક કાર્યરત્ત રહે છે તેમજ સિંગાપોરનો આ પ્લાન્ટ રોજ ૨૦ મેગા વોટ એનર્જીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. જયારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચીત પ્લાપન્ટક ૭.૫ મેગા વોટ એનર્જીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો પ્લાજન્ટ બનાવવામાં આવશે.
આ પ્લાન્ટ આશરે ૧.૬ હેકટર જેટલી જમીન પર છે. જયારે રાજકોટમાં નાકરાવાડી ખાતે એજન્સી્ને “વેસ્ટ ટુ એનર્જી પોલીસી-૨૦૧૬ અન્વતયે પ્રમ ૧૫ એકર જગ્યાડ ફાળવવામાં આવશે. આ હયાત પ્લાન્ટને પી.પી.પી. ધોરણે વિકસાવવામાં થતા ચલાવવામાં આવી રહેલ છે, તે મુજબ જ રાજકોટ મહાનગરપાલિકામાં પણ સુચિત પ્લાન્ટનો વિકાસ કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com