ઘટનાના ૪૮ કલાક બાદ પણ હુમલાખોર પોલીસ સંકજાથી દૂર: કોના ઈશારે હુમલો ? સાધુ-સાધ્વીજીઓની રક્ષા કરવા કાયદો-વ્યવસ્થા નબળી પુરવાર ચારેય ફીરકાઓ મેદાનમાં ઉમટશે: રેલી, આવેદન આપી સરકારને ઢંઢોળશે
શંખેશ્ર્વરની પવિત્ર ભૂમિ પર જૈન સાધ્વીજીની હત્યાના પ્રવાસથી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. આગામી સમયમાં સાધુ-સાધ્વીજીઓ પર થઈ રહેલા હિચકારા હુમલાને પગલે રેલી, આવેદન, સભ્ય સહિતના કાર્યક્રમો યોજાશે તેવું જાણવા મળ્યું છે. બે દિવસ પૂર્વે સાધ્વીજી સિઘ્ધી પ્રજ્ઞાશ્રીજી પર અજાણ્યા શખ્સે હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. બનાવની વિગત મુજબ જૈનાચાર્ય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે સાધ્વીજી સિદ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.સા.ને તા.૧ એપ્રિલ, ૨૦૧૭ના રોજ સાંજે ૬.૧૫ કલાકે સ્ંડીલ ગયા ત્યારે ૨૩ી ૨૫ વર્ષના યુવાને પાછળી આવીને સાધ્વીજીના મોંઢે ડૂચો મારી ગળું દબાવ્યું હતું. હુમલાખોરોએ સાધ્વીજીને મારમાર્યો હતો. કાળું શર્ટ અને બ્લ્યુ જીન્સ પેન્ટ પહેરેલા હુમલાખોરે સાધ્વીજીને જાની મારી નાખવાની ધમકી પણ આપી નાસી છૂટ્યો હતો. લોહીલૂહાણ હાલતમાં ફસડાઈ પડેલા સાધ્વીજીને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન હોવાનું તબીબી સૂત્રોએ ઉમેર્યું હતું.
આ ઘટનાની જાણ શંખેશ્વરમાં આગની જેમ ફેલાઈ હતી અને હુમલાને આચાર્યઓ, ગચ્છાધિપતિએ વખોડ્યો હતો. જૈનાચાર્ય મોક્ષરત્નસૂરીશ્વરજીએ જણાવ્યું કે ગઇકાલ રાત્રિી શંખેશ્વર ગામના લોકો ઉપરાંત પોલીસ હુમલાખોરને શોધી રહી છે. જો કે, હુમલાખોરની ભાળ મળી ની. આજરોજ સાધ્વીજીના સમુદાયના ગચ્છાધિપતિ આદિ દ્વારા સુરતના હસમુખભાઇ કોઠારીના સતત પ્રયત્ની રાધનપુર ધર્મશાળા(શંખેશ્વર ર્તી)ના મેનેજર શ્રીપાલ શાહ રવિવારે રાત્રે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. શંખેશ્વર ર્તીમાં અજાણ્યા શખ્સો અને તોફાની તત્ત્વો દ્વારા ઘટેલી આવી પ્રમ ઘટના છે. જે જૈન સમાજ માટે ઘણી જ કલંકીત અને અઘટીત ઘટના છે. આ અંગે સમગ્ર જૈન સમાજે આગળ આવીને આરોપી પકડાય અને તેને કડક સજા ાય તેમ કરવું જોઇએ.
હુમલો કોના ઇશાર? તપાસ કરવા માંગણી
શંખેશ્વર જૈન ર્તી ખાતે જૈન સાધ્વીના હત્યાના પ્રયાસી ખળભળાટ મચી જવા પામ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા ગત ઢળતી સાંજે યેલા હુમલાને વખોડતા આચાર્ય મોક્ષરત્નસૂરીશ્વરજીએ જણાવ્યું છે કે પ્રવર સમિતિના કાર્યવાહ, ગચ્છાધિપતિ અભયદેવસૂરીશ્વરજી મ.સા. સહિત તમામ જૈનાચાર્યોએ આ ઘટનાને દુ:ખદ ગણાવી હતી. સરકાર ત્વરિત ગતિએ આરોપીને પકડીને કાર્યવાહી કરે તેવી ખાસ ભલામણ કરે છે. તત્કાલીન પગલાં ભરાય તેવી માગ છે. જૈન સમાજ પણ આ હિચકારા હુમલાી હતપ્રભ છે અને આરોપીઓને પકડીને સાધુ ભગવંતોની સુરક્ષા માટે સરકારને ધ્યાન દોરવા જણાવ્યું હતું.
જાગો જૈનો જાગો…ના સંદેશા સોશિયલ મીડિયા પર વહેતા થયા
શંખેશ્ર્વર તીર્થમાં જૈન સમાજ માટે ઘણી દુ:ખદ અને કલકીંત ઘટના ઘટી છે. આ બનાવને લઈ સોશિયલ મિડિયા પર જાગો જૈનો જાગો…ના સંદેશા વહેતા થયા છે. અહિંસા પ્રધાન જૈન ધર્મના સાધ્વી ભગવંત પર પવિત્ર તીર્થમાં આવો બનાવ બને એ ખૂબ જ દુ:ખદ ઘટના છે. સોશિયલ મિડિયા પર જૈન સમાજને શાસનરક્ષા માટે ખભે-ખભે મિલાવવા અને સરકાર તાકીદે પગલા ભરે તેવી માંગણી કરવામાં આવી છે.
સાધ્વીજી પર હુમલાને પગલે ચારેય ફીરકા મેદાને
શંખેશ્ર્વર તીર્થમાં સાધ્વીજી પર હુમલાને પગલે ચારેય ફીરકા મેદાને ઉતરશે. દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપેથી, દિગંબર સહિત સમસ્ત સમાજના આગેવાનોએ તીવ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે છાશવારે સાધુ-સાધ્વીજીઓ પર હુમલા અને અકસ્માત સર્જવામાં આવે છે. આવી ઘટના પર રોક લાગવાને બદલે બનાવ વધુને વધુ બની રહ્યા છે. આથી સરકારે હવે આંખ ખોલવાની જ‚ર છે. આ ઘટના સંદર્ભે આગામી ટૂંક સમયમાં રેલી, આવેદન સહિતના કાર્યક્રમો આપશે